સુરતમાં 2000 કરોડનું જમીન કૌભાંડ..' વલસાડ કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ.! 4 IAS અને એક GAS અધિકારીની

સુરતમાં 2000 કરોડનું જમીન કૌભાંડ..' વલસાડ કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ.! 4 IAS અને એક GAS અધિકારીની..

06/11/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં 2000 કરોડનું જમીન કૌભાંડ..' વલસાડ કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ.! 4 IAS અને એક GAS અધિકારીની

ચૂંટણી પૂર્ણ થતાં રાજ્યમાં વધુ એકવાર IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં પાંચ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. તેમજ સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, જેમની જગ્યાએ એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપાઈ છે.


ડુમસમાં સરકારી માલિકીની અંદાજે

ડુમસમાં સરકારી માલિકીની અંદાજે

સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂપિયા 2000 કરોડના મૂલ્યની સરવે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં સામે આવ્યું હતું.  સુરતના ડુમસમાં  2000 કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડુમસમાં સરકારી કબજાની જમીન ગણોતધારાની કલમ-4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી.


ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા

અમદાવાદ મનપાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. એ.કે.ઔરંગાબાદકરની  અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી થઈ. રિધ્ધેશ રાવલની અમદાવાદ મનપા ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરાઈ છે. તો જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડેપ્યુટી મનપા કમિશનર તરીકે બદલી થઈ જ્યારે બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાથી બદલી કરાઈ છે. જ્યારે પરમારને અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરાઈ તો મહેશ જાનીને રીજીઓનલ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ તરીકે બદલી કરાઈ છે

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top