સોનું ૨૦૨૨ આવતા સુધીમાં ૮૦,૦૦૦ વટાવશે?

સોનું ૨૦૨૨ આવતા સુધીમાં ૮૦,૦૦૦ વટાવશે?

06/15/2020 Business

SidhiKhabar

SidhiKhabar

સોનું ૨૦૨૨ આવતા સુધીમાં ૮૦,૦૦૦ વટાવશે?

આજે બજાર ખૂલતાની સાથે જ સોનાના ભવોમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે ૧૦.૦૦ વાગ્યે જ એમસીએક્સ (મલ્ટી કોમોડીટી એક્સચેન્જ) પર સોનાનો ભાવ ૧૫૧.૦૦ રૂપિયા જેટલો ગગડીને ૪૭,૧૮૩/૧૦ ગ્રામ સુધી પહોંચી ગયો હતો. એમસીએક્સ પર ચાંદીમાં પણ ૨૮૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદ ચાંદીનો ભાવ ૪૭,૪૧૦ રૂપિયા/પ્રતિ કિલો જેટલો નોંધાયો હતો.

સોનામાં રોકાણ ફાયદાનો સોદો સાબિત થશે.

આંતરરાષ્ટ્રીય અંદાજ મુજબ ઇસ 2021 પૂરું થતા સુધીમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ૮૦,૦૦૦ સુધી જઈ શકે છે! આપણે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ મુજબ ગણીએ છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઔંસ મુજબ ગણાય છે. એક ઔંસ બરાબર ૨૮.૩૪ ગ્રામ જેટલું વજન થાય. ‘બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝના એનાલિસ્ટ્સના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ ૩,૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીને આંબી શકે છે. જો સોનાનો ભાવ આ સપાટીએ પહોંચે તો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા એક ગ્રામ સોનાની કિંમત ૮,૦૭૫ રૂપિયા જેટલી ગણાય. અને દસ ગ્રામ સોનાનો ભાવ ૮૦,૭૫૦ રૂપિયા જેટલો થાય!

કોરોના મહામારીને પગલે આર્થિક માંડી જગતને ઘેરી વળી છે. આર્થિક ઇતિહાસ જાણનારા કહે છે કે જ્યારે પણ કોઈ મોટું સંકટ ઉભું થાય છે ત્યારે રોકાણકારો બીજી કોઈ પણ દિશામાં જવાને બદલે સોનામાં રોકાણ કરવાનું જ સુરક્ષિત સમજે છે. આ હિસાબે હાલના સંજોગોમાં પણ રોકાણકારો સોનાની ખરીદીમાં રસ બતાવશે એવું ગણિત મંડાઈ રહ્યું છે.


રોકાણકારો આ સમયને શ્રેષ્ઠ માને છે.


મ્યુચ્યુઅલ ફંડ પાસેના સોના અને ચાંદી વેચવાની સમયમર્યાદામાં ઢીલ :

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ પાસેના સોના અને ચાંદી વેચવાની સમયમર્યાદામાં ઢીલ આપી છે. આ બાબતે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ભૌતિક સંપત્તિના વેચાણ બાબતના પોતાના એક વર્ષ જૂના દિશાનિર્દેશોમાં બદલાવ કર્યો છે. સેબીએ પરિપત્રમાં કહ્યું છે કે ભૌતિક રીતે ઉપલબ્ધ સોના અને ચાંદીના વેચાણ માટેની સમય મર્યાદા હવે ૧૮૦ દિવસની ગણવી. પહેલા આ સમય મર્યાદા ૩૦ દિવસની હતી. આ પહેલા બીએસઈમાં પણ સોના-ચાંદીના સોદા શરુ થઇ ગયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ગોલ્ડ મિનીમાં તારીખ ૮ જૂનથી વૈકલ્પિક કારોબારની શરૂઆત થઇ ગઈ છે.

દિલ્હીમાં સોનાના હોલસેલ માર્કેટ કુંચા મહાજનીના વેપારીઓએ પણ લાંબા લોકડાઉન બાદ ૮ જૂનથી માર્કેટ ચાલુ કરી દીધું છે. જો કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીના આ હોલસેલ માર્કેટમાં ખાસ સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો છે. સોનીઓનું સંગઠન ‘ધી બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિયેશન’ મીડિયાને માહિતી આપતા કહે છે કે માર્કેટમાં આવનાર દરેક વ્યક્તિનું કેમેરાની મદદથી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. બજારમાં માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે, પરંતુ દરેક જનના માસ્ક હટાવીને એની સાચી ઓળખ પણ કરવામાં આવશે, જેથી માસ્કનો ફાયદો ઉઠાવીને કોઈ ચોર-લૂંટારા માર્કેટમાં ન ઘૂસી જાય. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા માટે કુલ બે જ ગેટ ખોલવામાં આવશે. એક ગેટ એન્ટ્રી માટે અને બીજો ગેટ એક્ઝિટ માટે વપરાશે. સિગરેટ, ગુટખા કે માવા-તમાકુ ખાઈને થૂંકનાર પાસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top