ખાખી સાથે દાવ થઇ ગયો! Google Mapsએ આસામ પોલીસને નાગાલેન્ડ પહોચાડી દીધી, સ્થાનિકોએ ગુનેગાર સમજીને..
Google Maps misleads Assam Police: આસામ પોલીસની એક ટીમ જે આસામમાં દરોડા પાડવા જઈ રહે હતી, તેને ગૂગલ મેપ્સે નાગાલેન્ડ પહોંચાડી દીધી. અહીં સ્થાનિક લોકોએ આ પોલીસકર્મીઓને ગુનેગાર સમજીને બંધક બનાવી લીધા. કારણ કે મોટાભાગના પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં હતા અને આધુનિક શસ્ત્રોથી સજ્જ હતા.
આસામ પોલીસના એક અધિકારીએ 8 જાન્યુઆરીએ આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, આસામના જોરહાટ જિલ્લાની 16 સભ્યોની પોલીસ ટીમ આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી. આ દરમિયાન, ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને ફોલો કરતા, ટીમ અજાણતાં નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ. અહીં સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કરી દીધો. અને તેમને આખો રાત બંધક બનાવી રાખ્યા.
તેમણે કહ્યું કે, આ એક ચાના બગીચાવાળો વિસ્તાર હતો, જેને ગૂગલ મેપ્સ પર આસામમાં બતાવવામાં આવ્યો હતો. પરંતુ તે વાસ્તવમાં નાગાલેન્ડની સરહદની અંદર હતો. ગૂગલ મેપ્સની મદદથી રૂટને અનુસરી રહેલી પોલીસ ટીમ મૂંઝવણને કારણે નાગાલેન્ડ જતી રહી. અહીં જ્યારે સ્થાનિક લોકોએ પોલીસ ટીમને આધુનિક હથિયારો સાથે જોઈ ત્યારે તેઓ તેમને ગુનેગાર માની બેઠા. તેમને લાગ્યું વિચાર્યું કે આ લોકો કોઈ ઘટનાને અંજામ આપવા આવ્યા છે. તેથી તેમણે પોલીસ ટીમ પર હુમલો કરી દીધો અને તેમને બંધક બનાવી લીધા.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે 16 પોલીસકર્મીઓમાંથી ફક્ત 3 જ યુનિફોર્મમાં હતા અને બાકીના બધા સિવિલ ડ્રેસમાં હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ મૂંઝવણ ઊભી થઈ ગઇ હતી. તેમના હુમલામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો છે. નાગાલેન્ડમાં પોલીસને બંધક બનાવવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ, આસામ પોલીસે મોકોકચુંગના પોલીસ SPનો સંપર્ક કર્યો. જેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ સ્થળ પર મોકલી. સ્થાનિક પોલીસ દ્વારા સમજાવ્યા બાદ, લોકોએ ઇજાગ્રસ્ત પોલીસકર્મી સહિત 5 જવાનોને છોડી મૂક્યા. જોકે, તેમણે બાકીના 11 લોકોને આખી રાત બંધક બનાવી રાખ્યા અને સવારે તેમને છોડી દીધા. બધા બંધક પોલીસકર્મીઓ જોરહાટ પહોંચી ગયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp