નાના વેપારીઓના મદદ માટે આ વિદેશી કંપની આગળ આવી :

નાના વેપારીઓના મદદ માટે વિદેશી કંપની આગળ આવી :

06/26/2020 Business

SidhiKhabar

SidhiKhabar

નાના વેપારીઓના મદદ માટે આ વિદેશી કંપની આગળ આવી :

નવી દિલ્હી : કોરોના વેશ્વિક મહામારીમાં ભારતનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. લગભગ અઢી મહિના સુધી ચાલેલ લોકડાઉનમાં નાના વેપારીથી લઇને મોટા બિઝનેસમેન્સએ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. પરંતુ નાના વેપારીઓ માટે રાહતના સમાચાર છે. દેશની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ઇન્ટરેટ કંપની ગૂગલ આગળ આવી છે. ટૂંકમાં કંપની નાના વેપારીઓ માટે લોન સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ વિદેશી કંપની પેમેન્ટ એપથી લોન આપશે.

ગૂગલ પે ફોર બિઝનેસ એપ દ્વારા લોન :

કંપની આ સુવિધા માટે પોતાની યુપીઆઈ પેમેન્ટ એપ 'ગૂગલ પે' ના બિઝનેસ વર્ઝન 'ગૂગલ પે ફોર બિઝનેસ' નો ઉપયોગ કરવા જઈ રહી છે. ગેજેટ્સ ૩૬૦ના રીપોર્ટ પ્રમાણે કંપની પોતાની સહયોગી નાણાંકીય સંસ્થાઓના સંકર્પમાં છે. અને તે આ યોજના પર કામ કરી રહી છે. હાલમાં કંપનીએ આના વિશે વધારે કોઈ માહિતી આપી નથી.

ગુરુવારે ૨૫ જૂનના રોજ ગૂગલે પોતાની નવી યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કંપનીએ જણાવ્યું હતું કે, ગૂગલ પે ફોર બિઝનેસ (Google pay for Business) એપ સાથે પહેલાથી જ દેશમાં  લગભગ ૩૦ લાખ નાના વેપારીઓ જોડાયેલ છે અને હવે કંપની આવનારા સમયમાં તે વેપારીઓને લોન આપવાની સુવિધા પર કામ કરી રહી છે.

Nearby Stores ફીચર :

કંપની આવનારા સમયમાં નાના વેપારીઓને લોન સુવિધાઓ આપવા પર કામ કરી રહી છે અને સાથે જ કંપની પોતાના 'Nearby Stores' ફીચરને પણ હવે દેશભરમાં લાગુ કરવા જઈ રહી છે. આ ફીચર દ્વારા ગૂગલ પે એપના યુઝર્સ પોતાના નજીકના સ્ટોર્સ વિશે જાણકારી મેળવી શકશે. આ ફીચર પહેલાથી જ દિલ્હી, મુંબઈ, પુણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં ઉપલબ્ધ છે. અને હવે આનો લાભ અન્ય ગૂગલ પે યુઝર્સને પણ મળશે. 

 ઇન્ટરેટ કંપની ગૂગલ વધુમાં જણાવે છે કે તેની કંપનીને આશા છે કે તેના દ્વારા ગ્રાહકોને પોતાના સ્થાનિક  દુકાનદાર વિશે જાણકારી મળશે અને એ પણ નાના વેપારીઓને મદદ પહોંચાડશે. જો ગૂગલ કંપની આ સુવિધાને જેટલી ઝડપથી આગળ વધારશે તેટલી જ ઝડપથી નાના વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તાલમેલ બનશે. અને સાથે ગ્રાહકો પોતાના સ્થાનિક દુકાનદાર વિશે જાણી શકશે. કંપની દ્વારા આ સાહસિક પગલાંથી ગૂગલ પે યુઝર્સને અને સાથે જ નાના વેપારીઓને વધારે ફાયદો થશે. લોકડાઉનમાં આર્થિક તંગીથી થાકેલા વેપારીઓ અને ઉધોયાગપતિઓ માટે આ એક રાહતના સમાચાર ગણી શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top