‘મેં 9/11 હુમલાના એક વર્ષ અગાઉ જ...’, ડોનાલ્ડ ટ્રમ્પે ઓસામા બિન લાદેનને લઈને કરી દીધો મોટો દાવો

‘મેં 9/11 હુમલાના એક વર્ષ અગાઉ જ...’, ડોનાલ્ડ ટ્રમ્પે ઓસામા બિન લાદેનને લઈને કરી દીધો મોટો દાવો; જુઓ વીડિયો

10/06/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘મેં 9/11 હુમલાના એક વર્ષ અગાઉ જ...’, ડોનાલ્ડ ટ્રમ્પે ઓસામા બિન લાદેનને લઈને કરી દીધો મોટો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9/11ના હુમલામાં ઓસામા બિન લાદેનની સંડોવણી અંગે ખૂબ મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે દાવામાં કહ્યું હતું કે, તેમણે 9/11ના હુમલાના એક વર્ષ અગાઉ ઓસામા બિન લાદેન બાબતે ચેતવણી આપી હતી. ત્યારબાદ તેમનું આ નિવેદન ખૂબ વાયરલ થઈ ગયું છે.


મેં બિન લાદેન વિશે સૂચના આપી હતી, મને શ્રેય આપો.

મેં બિન લાદેન વિશે સૂચના આપી હતી, મને શ્રેય આપો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો રવિવારનો છે, જ્યારે ટ્રમ્પ વર્જિનિયાના નોરફોકમાં અમેરિકન નેવીની 250મી વર્ષગાંઠ પર ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ન્યૂયોર્ક શહેરના લોઅર મેનહટ્ટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના એક વર્ષ અગાઉ 9/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન અંગે ચેતવણી આપી હતી, પરંતુ કોઈએ મારી વાત માની નહીં.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તેમણે ઓસામા બિન લાદેન નામના વ્યક્તિને જોયો અને તે પસંદ ન આવ્યો, ત્યારે જ તેના ખતરનાક ઇરાદાઓ વિશે જાણ કરી હતી. પરંતુ લોકોએ તેમની ચેતવણીને અવગણી. ટ્રમ્પે કટાક્ષમાં કહ્યું કે તેમને આ બાબતનો શ્રેય મળવો જોઈએ કારણ કે બીજું કોઈ નહીં આપે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કેટલાક ટ્રમ્પ સમર્થકો તેને તેમની દૂરદર્શિતા ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને માત્ર રાજકીય દાવપેચ માની રહ્યા છે.


ટ્રમ્પે ઓસામા બિન લાદેન વિશે શું લખ્યું?

ટ્રમ્પે ઓસામા બિન લાદેન વિશે શું લખ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ તેમના પુસ્તક ‘ધ અમેરિકા વી ડિઝર્વનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે 9/11ના ઘાતક હુમલાના એક વર્ષ અગાઉ 2000માં પ્રકાશિત થયું હતું. પુસ્તકમાં ટ્રમ્પે ઓસામા બિન લાદેન વિશે લખ્યું હતું; જોકે, તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે આ બિન લાદેન વિશે અમેરિકન સરકારને ચેતવણી હતી કે નહીં. તેની સત્યતા હજુ બાકી છે. સત્તાવાર નિવેદન બાકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top