મોદી સરકારે ખેડૂતોને એવી શું ઓફર આપી કે શાંત બેસી ગયા, 5 વર્ષ માટે છે પ્લાન

મોદી સરકારે ખેડૂતોને એવી શું ઓફર આપી કે શાંત બેસી ગયા, 5 વર્ષ માટે છે પ્લાન

02/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારે ખેડૂતોને એવી શું ઓફર આપી કે શાંત બેસી ગયા, 5 વર્ષ માટે છે પ્લાન

સરકાર અને આંદોલનકારી પંજાબના ખેડૂતો વચ્ચે રવિવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી. આ મીટિંગમાં હજુ કોઈ યોગ્ય પરિણામ નીકળી શક્યું નથી, પરંતુ ખેડૂતોના આંદોલનથી તાત્કાલિક રાહત જરૂર મળી ગઈ છે. તેનું કારણ છે કે સરકાર તરફથી MSPને લઈને 5 વર્ષનો એક પ્લાન ખેડૂતોને આપવામાં આવ્યો છે. હવે ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, અમે આ પ્રસ્તાવ પર વિચાર કરીશું અને 2 દિવસ બાદ તેને લઈને કોઈ નિર્ણય કરીશું. આ પ્રકારે ખેડૂત હવે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ અને ખનૌરી બોર્ડર પર જ રહેશે અને દિલ્હી NCR માટે હાલમાં રાહત છે.


આ સ્કીમ હેઠળ કોઈ લિમિટ નહીં હોય

આ સ્કીમ હેઠળ કોઈ લિમિટ નહીં હોય

સરકારે ખેડૂતોને જે પ્રસ્તાવ આપ્યો છે એ હેઠળ આગામી 5 વર્ષ માટે કેટલાક પાકોની MSP પર ખરીદીની ગેરંટી આપવામાં આવશે. એટલું જ નહીં આ સ્કીમ હેઠળ કોઈ લિમિટ નહીં હોય અને ખેડૂત જેટલું ઈચ્છે એટલું વેચી શકે છે. હવે આ પ્રસ્તાવને લઈને ખેડૂતોનું કહેવું છે કે અમે આગામી 2 દિવસ સુધી તેનો અભ્યાસ કરીશું. પોતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, જે પ્રસ્તાવ આપ્યો છે એ હેઠળ એજન્સીઓ ખેડૂતો સાથે એક કોન્ટ્રાક્ટ કરશે. એ હેઠળ આગામી 5 વર્ષો સુધી તેમના ઉત્પાદનની ખરીદી કરવામાં આવશે અને તેની કોઈ લિમિટ પણ નહીં હોય.


સરકારના પ્રસ્તાવ પર ભગવંત માન પણ સહમત:

સરકારના પ્રસ્તાવ પર ભગવંત માન પણ સહમત:

પ્રસ્તાવ મુજબ નેશનક કો-ઓપરેટિવ કન્ઝ્યૂમર ફેડરેશન અને નેફેડ તરફથી એ ખેડૂતો સાથે એક કરાર આપવામાં આવે, જે તુવેર દાળ, અડદની દાળ, મસૂરની દાળ અને મક્કાઈનું ઉત્પાદન કરશે. એવા ખેડૂતોના પાકને આગામી 5 વર્ષો સુધી MSP પર ખરીદવામાં આવશે. આ ફોર્મ્યુલા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ થોડી હદ સુધી સહમત દેખાયા. તેમણે કહ્યું કે, જો પાક વિવિધાતાને અપાવવું હોય તો પછી ખેડૂતોને MSPનો ભરોસો અપાવવો પડશે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, તેઓ વિશેષજ્ઞોના વિચાર લેશે અને પછી આગળનો નિર્ણય થશે. અમને આશા છે કે આગામી 2 દિવસોમાં સરકાર અમારી કેટલીક વધુ માગો પણ માની લેશે.


ખેડૂતોની શું છે માંગ:

ખેડૂતોની શું છે માંગ:

ખેડૂતોની માંગ છે કે MSP પર પાક ખરીદીની ગેરંટી આપવામાં આવશે. એ સિવાય ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવે અને સ્વામીનાથન આયોગની ભલામણોને લાગૂ કરવામાં આવે. ખેતીમાં લાગેલા ખેડૂતો અને મજૂરો માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે અને આંદોલન દરમિયાન ખેડૂતો પર લોનના કેસો પરત લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મંગળવારથી ખેડૂતોએ આંદોલનની શરૂઆત કરી છે, પરંતુ પંજાબથી દિલ્હી ચાલો માર્ચ કાઢનાર ખેડૂતોને હાલમાં હરિયાણા પોલીસે બોર્ડર પર રોકી રાખી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top