ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ : રાજકોટ સૌથી આગળ, દાહોદ છેલ્લું!

ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ : રાજકોટ સૌથી આગળ, દાહોદ છેલ્લું!

05/12/2022 Education

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ : રાજકોટ સૌથી આગળ, દાહોદ છેલ્લું!

GSEB HSC Science Result 2022 : આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરિણામો બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ લખાય છે ત્યાં સુધી હજી વેબસાઈટ સંપૂર્ણ રીતે લોડ નથી થઇ રહી, જેના કારણે જીલ્લાવાર રિઝલ્ટ્સના આંકડાઓ ઉપલબ્ધ નથી થઇ રહ્યા.


જિલ્લાવાર પરિણામ આ મુજબ છે

જિલ્લાવાર પરિણામ આ મુજબ છે

અમરેલીના લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે લીમખેડા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું – 33.33 ટકા જ આવ્યું છે. જો જીલ્લા આર વાત કરીએ તો દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરવા વિષે પહેલેથી જ માહિતી આપી દીધી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org ઉપર પોતાનો રોલ નંબર એન્ટર કરીને પોતાનું પરિણામ ચકાસી શકે છે.


ગુજકેટ

ગુજકેટ

પર્સન્ટાઈલ રેન્કના વિતરણ મુજબ ઉમેદવારોની સંખ્યા


કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી?

કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી?

12 સાયન્સમાં રેગ્યુલર 95,982 અને રિપીટર 11,984... એમ કુલ 1,07,966 (એક લાખ સાત હજારથી વધુ) વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે ગુજકેટમાં 1,07,694 નોંધાયા હતા, જે પૈકી 1,02,913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થયા બાદ દસ દિવસ પછી વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ અપાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top