ગુજરાત ATSએ 800 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત, 2 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ 800 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત, 2 આરોપીઓની ધરપકડ

08/08/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત ATSએ 800 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત, 2 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ રૂપિયા 800 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. ATSએ ગયા મહિને 18 જુલાઈના રોજ સુરતમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ ATSએ જ્યારે આ મામલે વધુ તપાસ કરી તો સામે આવ્યું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં આવતા ભિવંડીમાં પણ MD ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. ATSએ ત્યાંના ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. ATSએ ઘટનાસ્થળ પરથી 792 કિલો લિક્વિડ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે જેની કિંમત 800 કરોડ રૂપિયા છે.


3 ભાઈ બનાવી રહ્યા હતા MD ડ્રગ્સ

3 ભાઈ બનાવી રહ્યા હતા MD ડ્રગ્સ

ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું કે આ કેસમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે. બંને અગાઉ દુબઈમાં સ્મગલિંગ કરતા હતા. આ બંનેની સુરત પ્લાન્ટ કેસમાં આ બંનેની ભૂમિકા સામે આવી હતી. ત્યારબાદ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં ATSને આ સફળતા મળી છે. ભિવંડીના એક ફ્લેટમાં 3 ભાઈઓ મળીને MD ડ્રગ્સ બનાવવાનું કામ કરતા હતા.


ભરૂચમાં ટ્રામાડોલ નામની દવાનું થઇ રહ્યું હતું ઉત્પાદન

ભરૂચમાં ટ્રામાડોલ નામની દવાનું થઇ રહ્યું હતું ઉત્પાદન

અન્ય એક કેસમાં ATSને જાણવા મળ્યું હતું કે ભરૂચમાં ટ્રામાડોલ નામની દવાનું ઉત્પાદન થઇ રહ્યું હતું. તેનું ઉત્પાદન પંકજ રાજપૂત નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ATSને કુલ 31 કરોડનો મુદ્દામાલ મળ્યો છે. આ જિહાદી ગાળી નિખિલ કપુરિયાના ઓર્ડર પર બનાવી રહ્યો હતો. પંકજ અને નિખિલની ધરપકડ કરવાની બાકી છે. મુખ્ય આરોપીઓ કેવલ ગોંડલિયા અને હર્ષિત, જેની શોધ હજુ ચાલુ છે. ATSના જણાવ્યા અનુસાર આ ગોળીને બનાવીને મોટી સંખ્યામાં આફ્રિકા મોકલવામાં આવતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top