24 કલાકમાં 6ના મોત, ગુજરાત પર સંકટ, જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ

Chandipura Virus: 24 કલાકમાં 6ના મોત, ગુજરાત પર સંકટ, જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ

07/16/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

24 કલાકમાં 6ના મોત, ગુજરાત પર સંકટ, જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ

ગુજરાતનાં અલગ અલગ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનું જોખમ વધતું જઇ રહ્યું છે. સોમવારે હિંમતનગરની હૉસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી 6 લોકોના મોત થઈ ગયા. વાયરસના વધતાં સંક્રમણને ધ્યાનમાં લઈને સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, તેનાથી ડરવાની જરૂરિયાત નથી, પરંતુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. ત્યારબદ ગુજરાતમાં પણ આ સંક્રમણ જોવા મળ્યું. આ સંક્રમણ ખાસ કરીને વરસાદના વાતાવરણમાં જોવા મળે છે.


ચાંદીપુરા વાયરસ પરીક્ષણ નમૂનાનો રિપોર્ટ 12-25 દિવસમાં આવે છે

ચાંદીપુરા વાયરસ પરીક્ષણ નમૂનાનો રિપોર્ટ 12-25 દિવસમાં આવે છે

આ સંક્રમિત મચ્છરોના ડંખથી થાય છે. 9-14 વર્ષની ઉંમરના બાળકોમાં એ જોવા મળે છે. ખાસ કરીને એ ગ્રામીણ વિસ્તારોના વાયરસનું સંક્રમણ વધુ જોવા મળે છે. જો બાળ દર્દીઓમાં સખત તાવ, ઊલટી, ઝાડા, માથાનો દુઃખાવો, જકડાશ જેવા પ્રાથમિક લક્ષણ નજરે પડે તો તાત્કાલિક ડૉક્ટરને રેફર કરો. ગુજરાતમાં અત્યાર સુધી 12 કેસ સામે આવ્યા છે, જેમાંથી 6 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 6ના મોત થઈ ગયા છે. મંત્રીએ કહ્યું કે, ચાંદીપુરા વાયરસ પરીક્ષણ માટે નમૂના મોકલવામાં આવે છે, જેનો રિપોર્ટ 12-25 દિવસમાં આવે છે. અત્યાર સુધી 6 દર્દીઓના મોતના સમાચાર છે. પુણેથી સૅમ્પલ આવ્યા બાદ જ નિશ્ચિત થઈ શકશે કે આ દર્દી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં.


શું હોય છે ચાંદીપુરા વાયરસ

શું હોય છે ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસ એક દુર્લભ અને ખતરનાક બીમારી છે જે તાવ, ફ્લૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફ્લાઇટિસનું કારણ બને છે. તે મુખ્ય રૂપે મચ્છરો, ટિક્સ અને સેન્ડફ્લાઇજના માધ્યમથી ફેલાય છે. સ્ટડીઓથી સંકેત મળે છે કે લક્ષણ જલદી વધી શકે છે, જેથી શરૂઆતના પહેલા 24 કલાકની અંદર ન્યૂરૉલોજિકલ હાનિ એટલે કે સંભવિત રૂપે ઘાતક ઓટોઇમ્યૂન એન્સેફલાઇટિસ થઈ શકે છે. ચાંદીપુરા વાયરસ એટલો ખતરનાક છે કે તેનો મૃત્યુદર 75 ટકા સુધી છે.


ચાંદીપુરા વાયરસના લક્ષણ:

ચાંદીપુરા વાયરસના લક્ષણ:

ચાંદીપુરા વાયરસ થવા પર સખત તાવ આવે છે. ઝાડા અને ઊલટીઓ થાય છે. તેની સાથે જ એક કે બે દિવસના તાવમાં જ શરીરમાં ખૂબ નબળાઈ આવી જાય છે. ત્યારબાદ એટેક આવે છે, પેટમાં દુઃખાવો, માથામાં સોજો, ઊલટી થવું વગેરે સામેલ છે જે મોતનું કારણ બની જાય છે. માતા-પિતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ મચ્છરોના ડંખને ઓછા કરવા માટે બાળકોને આખી બાઈના કપડાં પહેરાવે.


ચાંદીપુરા વાયરસની સારવાર

ચાંદીપુરા વાયરસની સારવાર

ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ માટે કોઈ ખાસ સારવાર નથી. પ્રાથમિક ઓળખ, હૉસ્પિટલમાં દાખલ થવું અને રોગસૂચક દેખરેખ મોતોને રોકવામાં મહત્ત્વપૂર્ણ છે. કહેવામાં આવે છે કે આ વાયરસથી સંક્રમિત બાળકો લક્ષણ દેખાવાના 48-72 કલાકના મૃત્યુ પામે છે. એવામાં આ વાયસ બાળકો અને વયસ્ક માટે ઘાતક છે. ગુજરાત સરકારે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top