CM ભુપેન્દ્ર પટેલના દીકરાને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઇ જવાયા! તબિયત નાદુરસ્ત હોવાથી લેવાયું

CM ભુપેન્દ્ર પટેલના દીકરાને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઇ જવાયા! તબિયત નાદુરસ્ત હોવાથી લેવાયું પગલું

05/01/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

CM ભુપેન્દ્ર પટેલના દીકરાને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઇ જવાયા! તબિયત નાદુરસ્ત હોવાથી લેવાયું

Gujarat CM Son Health Update : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. એ પછી તેમને અમદાવાદની કે. ડી. હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. પરંતુ વધુ સારવારની જરૂર ઉભી થતા એમને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ શીફ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.


ગઈકાલે સર્જરી કરાઈ

ગઈકાલે સર્જરી કરાઈ

ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ અમદાવાદની કે. ડી. હોસ્પિટલ ખાતે એમની સર્જરી કરવામાં આવી હતી. અનુજ પટેલની તબિયત અંગે કેડી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રઈન સ્ટ્રોક થતાં તાત્કાલિક સારવાર માટે 2:45 વાગ્યે કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવે છે, હાલ અનુજની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમ દેખરેખ હેઠળ છે. એ પછી આજે વધુ સારવાર અર્થે અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખાતે શિફ્ટ કરાયા છે. અહીં હિન્દુજા હોસ્પિટલ ખાતે એમને વધુ સારવાર આપવામાં આવશે.


અનુજ પટેલને શું તકલીફ થઇ હતી?

અનુજ પટેલને શું તકલીફ થઇ હતી?

મગજમાં લોહી ગંઠાઈ જવાનું અથવા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવાથી બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ અનુજને બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હોવાની માહિતી મળી છે. સૂત્રોના મતે સીએમના પુત્રનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગઈકાલે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,તેમના પત્ની અને પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર થઇ ગયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ KD હોસ્પિટલ પહોંચ્યા હતા. આગામી થોડા દિવસો સુધી અનુજ પટેલને હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top