વધુ એક વિકેટ! લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો,પ્રદેશ મહામંત્રીના કોંગ્રેસને રામ-રામ!

વધુ એક વિકેટ! લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો,પ્રદેશ મહામંત્રીના કોંગ્રેસને રામ-રામ!

09/16/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

વધુ એક વિકેટ! લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો,પ્રદેશ મહામંત્રીના કોંગ્રેસને રામ-રામ!

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.


સી.આર પાટીલના હસ્તે ધારણ કર્યો ખેસ

સી.આર પાટીલના હસ્તે ધારણ કર્યો ખેસ

કોંગ્રેસ નેતા હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે. હરેશ વસાવાની સાથે જ તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા હરેશ વસાવાએ સી.આર પાટીલ સાથે સુરતમાં બેઠક યોજી હતી. બેઠક બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.


ગત વિધાનસભાની ચૂંટણીમાં થઈ હતી હાર

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હરેશ વસાવાને કોંગ્રેસે નાંદોદ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ડો.દર્શનાબેન દેશમુખને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપના ડો.દર્શનાબેન દેશમુખનો 28 હજારથી વધુ મતોથી વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો. 


અરવલ્લી કોંગ્રેસમાં સર્જાયું હતું મોટું ભંગાણ

ગયા મહિને પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. ગત મહિને અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સી.આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top