મને મારી ગર્લફ્રેન્ડની કસ્ટડી આપોઃ અરજી કરનાર યુવકને હાઇકોર્ટે ફટકાર્યો પાંચ હજાર રૂપિયાનો દંડ,

મને મારી ગર્લફ્રેન્ડની કસ્ટડી આપોઃ અરજી કરનાર યુવકને હાઇકોર્ટે ફટકાર્યો પાંચ હજાર રૂપિયાનો દંડ, જાણો શું છે મામલો

03/17/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મને મારી ગર્લફ્રેન્ડની કસ્ટડી આપોઃ અરજી કરનાર યુવકને હાઇકોર્ટે ફટકાર્યો પાંચ હજાર રૂપિયાનો દંડ,

ગુજરાત હાઈકોર્ટે પોતાની પરિણિત ગર્લફ્રેન્ડની કસ્ટડી મેળવવા માટે અપીલ કરનાર વ્યક્તિ પર 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ વ્યક્તિ તેની પરિણીત પ્રેમિકાની તેના પતિ પાસેથી કસ્ટડી મેળવવાની માંગ કરી રહ્યો હતો. નવાઈની વાત એ છે કે આ માટે તે લિવ-ઈનને લઈને થયેલા કરારને આધાર ગણાવતો હતો.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તે જે મહિલાની કસ્ટડી માંગી રહ્યો છે તેની સાથે તે સંબંધમાં છે. મહિલાએ તેની મરજી વિરુદ્ધ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને બંને લાંબા સમય સુધી સાથે રહેતા ન હતા. મહિલાએ તેના પતિ અને સાસરિયાઓને છોડી દીધા હતા. જે બાદ તે તેની સાથે રહેતી હતી અને મહિલાએ તે પુરુષ સાથે લિવ-ઈન રિલેશનશિપનો કરાર પણ કર્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે થોડા સમય બાદ પરિવાર અને સાસરિયાઓ બળજબરીથી મહિલાને તેના પતિ પાસે લઈ ગયા હતા. જેના માટે વ્યક્તિએ પરિણીત પ્રેમિકાની કસ્ટડી મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જણાવાયું હતું કે મહિલાને તેના પતિ દ્વારા ગેરકાયદેસર રીતે કેદ કરવામાં આવી છે અને તેની મરજી વિરુદ્ધ સાસરિયામાં રાખવામાં આવી છે.

અરજીમાં હાઇકોર્ટને મહિલાની કસ્ટડી તેના પતિ પાસેથી મેળવવા અને તેને પ્રેમિકાને પાછી આપવા પોલીસને સૂચના આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીનો વિરોધ કરતાં રાજ્ય સરકારે કહ્યું કે વ્યક્તિને આમ કરવાનો કોઈ અધિકાર નથી. જો મહિલા તેના પતિ સાથે રહેતી હોય તો એવું ન કહી શકાય કે તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી છે.

કેસની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ.પંચોલી અને જસ્ટિસ એચ.એમ.પ્રચાકની ખંડપીઠે કહ્યું કે અરજદારના મહિલા સાથેના લગ્ન ખોટા છે અને મહિલાએ તેના પતિથી છૂટાછેડા પણ લીધા નથી. હાઈકોર્ટે કહ્યું કે મહિલાનું તેના પતિ સાથે રહેવું ગેરકાયદેસર કસ્ટડી ન કહી શકાય. કથિત લિવ-ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટના આધારે, અરજદાર પાસે પિટિશન ફાઇલ કરવા માટે કોઈ લોકસ સ્ટેન્ડી નથી. આ સાથે હાઈકોર્ટે અરજદારને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top