Gujarat: ફરી પડશે કડકડતી ઠંડી, IMDએ કમોસમી વરસાદની કરી આગાહી, જાણો ક્યારે વરસશે વાદળો?

Gujarat: ફરી પડશે કડકડતી ઠંડી, IMDએ કમોસમી વરસાદની કરી આગાહી, જાણો ક્યારે વરસશે વાદળો?

01/06/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: ફરી પડશે કડકડતી ઠંડી, IMDએ કમોસમી વરસાદની કરી આગાહી, જાણો ક્યારે વરસશે વાદળો?

Gujarat Weather Forecast: અત્યારે ગુજરાતમાં ઠંડીનો કહેર ધીમે-ધીમે ઓછો થતો જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઈ શકે છે. તેમજ આગામી થોડા દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, આ સાથે ઠંડીનો પ્રકોપ ફરી વધશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી ઠંડી વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત પૂર્વ દિશાના પવનો પણ ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4-7 દિવસમાં ગુજરાતમાં ફરી ઠંડી વધી શકે છે. ગુજરાતમાં 12-18 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે.


હવામાનમાં મોટા ફેરફારો થશે

હવામાનમાં મોટા ફેરફારો થશે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં હવામાનમાં ભારે ફેરફાર જોવા મળશે. ભારે પવન અને હિમવર્ષા થશે, જેની વ્યાપક અસર ઉત્તર ભારતમાં જોવા મળશે. રાજ્યમાં 7 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 12-18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની પ્રબળ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.


કમોસમી વરસાદ પડી શકે છે

કમોસમી વરસાદ પડી શકે છે

હવામાન વિભાગે કહ્યું કે, આગામી સપ્તાહે દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે. જેના કારણે ગુજરાતના તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સિવાય જાન્યુઆરી મહિનામાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની ધારણા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top