Video: જજ સામે વકીલની શરમજનક હરકત, બીયર પીતા દેખાયા અને ફોન કરતા દેખાયા વરિષ્ઠ એડવોકેટ; ગુજરાત

Video: જજ સામે વકીલની શરમજનક હરકત, બીયર પીતા દેખાયા અને ફોન કરતા દેખાયા વરિષ્ઠ એડવોકેટ; ગુજરાત HCની મોટી કાર્યવાહી

07/02/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Video: જજ સામે વકીલની શરમજનક હરકત, બીયર પીતા દેખાયા અને ફોન કરતા દેખાયા વરિષ્ઠ એડવોકેટ; ગુજરાત

Gujarat High Court: થોડા દિવસ અગાઉ સુનાવણી દરમિયાન એક શખ્સ ટોઇલેટ શીટ પર શૌચક્રિયા કરી રહ્યો હતો, તેનો વીડિયો વાયરલ થયો હતો, એ અગાઉ સુનાવણી દરમિયાન એક વકીલ સિગારેટ ફૂંકી રહ્યો હતો. હવે ગુજરાત હાઇ કોર્ટથી વધુ એક મામલો આવ્યો છે, વકીલ જજ સામે જ ન કરવાની હરકત કરી દીધી.


ગુજરાત હાઈકોર્ટે આ મામલે શું કહ્યું?

ગુજરાત હાઈકોર્ટે આ મામલે શું કહ્યું?

ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલનો જજ સામે બીયર પીવા અને ફોન પર વાત કરવાનો વીડિયો વાયરલ થયો હતો, જેના પર ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી અને વકીલ સામે અવમાનનાની અરજી દાખલ કરી. આ વકીલ હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ ભાસ્કર તન્ના છે. તેમની સામે અવમાનનાની અરજી દાખલ કરીને નોટિસ જાહેર કરવામાં આવી છે. આ વીડિયો 26 જૂનનો છે, જસ્ટિસ સંદીપ ભટ્ટની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને વકીલ તન્ના સુનાવણી માટે ઓનલાઇન કનેક્ટ થયા હતા. આ દરમિયાન ભાસ્કર તન્ના ફોન પર વાત કરી રહ્યા હતા. વીડિયો ક્લિપમાં તેઓ હાથમાં બીયર ભરેલો મગ પકડીને પીતા પણ જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

વકીલ ભાસ્કર તન્નાનો વીડિયો જોયા બાદગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ ખૂબ જ શરમજનક કૃત્ય છે. વરિષ્ઠ વકીલો કોર્ટની ગરિમાનું ધ્યાન રાખી રહ્યા નથી. વરિષ્ઠ વકીલોના આવા વર્તનથી જુનિયર એડવોકેટો પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. એટલે હાઇકોર્ટ હાલ પૂરતું વરિષ્ઠ એડવોકેટ ભાસ્કર તન્નાની વર્ચ્યુઅલ હાજરી પર પ્રતિબંધ લગાવે  છે. તેમજ સાથે જ વરિષ્ઠ એડવોકેટ પદ પર પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો છે. આદેશ અંગે મુખ્ય ન્યાયાધીશને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આદેશને ધ્યાનમાં રાખીને મુખ્ય ન્યાયાધીશ જરૂરી વહીવટી આદેશો જાહેર કરશે.


આવા કેસો અગાઉ પણ જોવા મળ્યા છે

આવા કેસો અગાઉ પણ જોવા મળ્યા છે

ગુજરાત હાઇકોર્ટમાં આ પ્રકારનો આ પહેલો મામલો નથી, પરંતુ આવા ઘણા કેસો સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટની ઓનલાઈન સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોઇલેટમાં બેઠો હતો, તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ચેક બાઉન્સ સંબંધિત કેસની સુનાવણી ચાલી રહી હતી અને જસ્ટિસ નિર્જર એસ દેસાઇ તેની સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે તે વ્યક્તિને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે તે વ્યક્તિને બીજી સજા ફટકારી હતી, જેના હેઠળ તેને 15 દિવસ માટે હાઇકોર્ટના બગીચા સાફ કરવા પડ્યા હતા. વર્ષ 2020માં, ગુજરાત હાઇકોર્ટના એક વકીલ ઓનલાઈન સુનાવણી દરમિયાન સિગારેટ પીતા જોવા મળ્યા હતા, જેના પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top