Gujarat: હવામાન વિભાગે જણાવ્યું-આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન?
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીની તીવ્રતા સતત વધી રહી છે. રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, આ સિવાય ઠંડા પવનો લોકોને ધ્રુજાવી રહ્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. નલિયા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કડકડતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. જ્યાં 6.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. તો દમણ 18.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. કાશ્મીરમાં સીઝનની પ્રથમ હિમવર્ષા ગુજરાત પર પણ અસર કરી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2 દિવસમાં તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો થયો છે. જ્યારે 2 દિવસમાં નલિયાના તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે નલિયામાં 6.5 ડિગ્રી, ડિસામાં 9.6 ડિગ્રી, ગાંધીનગરમાં 10.6 ડિગ્રી, ભુજમાં 10.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 13 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી, અમરેલીમાં 14.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 14.6, પોરબંદરમાં 14.6, મહુવામાં 15.3, ભાવનગરમાં 15.5, વડોદરામાં 16.2, દ્વારકામાં 16.3, વેરાવળમાં 17.5, ઓખામાં 17.6, સુરતમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp