Gujarat: અમેરિકન સ્ટાઇલમાં ગુજરાતથી ડિપોર્ટ કરાયા 250 ગેરકાયદેસર બાંગ્લાદેશી, વડોદરાથી રવાના થયું વિશેષ વિમાન; જુઓ વીડિયો
Gujarat Police Deported 250 Illegal Bangladeshi Migrants: ગુજરાત સરકારે અમેરિકાની જેમ રાજ્યમાં પકડાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા છે. કડક સુરક્ષા વચ્ચે વડોદરાથી ખાસ વિમાનમાં તમામ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડાયા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રાલયે કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી ATSની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત પોલીસે અમેરિકન શૈલીમાં બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. બાંગ્લાદેશીઓને દોરડાથી બાંધીને બસમાંથી ખાસ વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. વાયુસેનાના ખાસ વિમાનમાં 250 બાંગ્લાદેશીઓને વડોદરાથી પાછા મોકલવામાં આવ્યા હતા. અગાઉ, 300થી વધુ ઘુસણખોરોને વડોદરાથી પાછા મોકલવામાં આવ્યા હતા. આ વખતે દેશનિકાલના વિઝ્યૂઅલ પણ સામે આવ્યા છે.
250 illegal Bangladeshis were thrown out in handcuffs and sent back to BangladeshIndia won't tolerate infiltrators anymore pic.twitter.com/UxDklpAHQu — Saffron Chargers (@SaffronChargers) July 4, 2025
250 illegal Bangladeshis were thrown out in handcuffs and sent back to BangladeshIndia won't tolerate infiltrators anymore pic.twitter.com/UxDklpAHQu
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, કેન્દ્ર સરકારના આદેશ પર, દેશભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ, સુરત, અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોમાં શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. તેમાં ઘણા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે. જે અધૂરા દસ્તાવેજો સાથે ગુજરાતમાં રહેતા હતા. ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સરકાર તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પાછા મોકલશે.
ગુજરાતના અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસે CP જી.એસ. મલિકના નેતૃત્વમાં ચંડોળા તળાવને દબાણથી મુક્ત કરાવ્યું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોવાની પુષ્ટિ થઈ હતી. આ કારણે, પોલીસે AMCની મદદથી મિની બાંગ્લાદેશને જમીનદોસ્ત કરી દીધું અને કિંમતી જમીન ખાલી કરાવી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર બાંધકામો સામે 2 તબક્કામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp