ભારતની હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ : 21-21-21નો ગજબ સંયોગ કેવી રીતે થયો તે જાણો

ભારતની હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ : 21-21-21નો ગજબ સંયોગ કેવી રીતે થયો તે જાણો

12/13/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

ભારતની હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ : 21-21-21નો ગજબ સંયોગ કેવી રીતે થયો તે જાણો

21 વર્ષ બાદ મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતના નામે છે. હરનાઝ કૌર સંધુ (Harnaaz Kaur Sandhu)એ 70મો મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો. મિસ યુનિવર્સ સ્પર્ધા આ વર્ષે 12 ડિસેમ્બરે ઈઝરાયેલમાં યોજાઈ હતી, જેમાં 21 વર્ષીય ચંદીગઢ સ્થિત મોડલ અને અભિનેત્રી હરનાઝ સંધુ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.


આ સ્પર્ધામાં 75થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો. પરંતુ માત્ર ત્રણ દેશોની મહિલાઓ જ ટોપ 3માં સ્થાન મેળવી શકી છે, જેમાં એક નામ ભારતની હરનાઝ સંધુનું છે. હરનાઝે દક્ષિણ આફ્રિકા અને Paraguayને પાછળ છોડી દીધું. પેરાગ્વેની નાદિયા ફરેરા ફર્સ્ટ રનર અપ રહી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાની લાલેલા મસવાને સેકન્ડ રનર અપ રહી હતી. મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડિયા મેજા દ્વારા સંધુને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ભારતની હરનાઝ સંધુએ કોસ્મિક બ્યુટીનો તાજ પોતાના નામે કર્યો.

આ વખતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ આ સ્પર્ધાને જજ કરી છે. આ સિવાય દિયા મિર્ઝા (Dia Mirza) પણ હાજર હતી.


આ વખતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ આ સ્પર્ધાને જજ કરી છે. આ સિવાય દિયા મિર્ઝા (Dia Mirza) પણ હાજર હતી.


આ સવાલનો જવાબ આપીને હરનાઝ મિસ યુનિવર્સ બની

ત્રણેય સ્પર્ધકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? જેના પર હરનાઝ સંધુએ જવાબ આપ્યો કે તમારે માનવું પડશે કે તમે અનન્ય છો અને તે જ તમને સુંદર બનાવે છે. બહાર નીકળો, તમારા માટે બોલતા શીખો કારણ કે, તમે તમારા જીવનના નેતા છો. આ જવાબ સાંભળીને દરેક લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને આ સાથે હરનાઝ સંધુએ આ વર્ષની મિસ યુનિવર્સ 2021નો તાજ જીત્યો.



ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુએ મોડેલિંગ અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેવા અને જીતવા છતાં અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. આ સિવાય હરનાઝે ફેમિના મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો હતો અને પછી તે ટોપ 12માં પહોંચી ગઈ હતી. આ સિવાય હરનાઝ અનેક ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં યારા દિયા પુ બરન અને બાઈ જી કુત્તંગેનો સમાવેશ થાય છે.

મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ હરનાઝે કહ્યું, "મને માર્ગદર્શન આપવા અને ટેકો આપવા માટે હું સર્વશક્તિમાન, મારા માતા-પિતા અને મિસ ઈન્ડિયા સંસ્થાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા માટે પ્રાર્થના કરવાવાળા અને મારા માટે તાજની ઈચ્છા રાખવાવાળા સર્વ લોકોને ખૂબ ખૂબ પ્રેમ."


મિસ યુનિવર્સ બનનાર ત્રીજી ભારતીય

મિસ યુનિવર્સ બનનાર ત્રીજી ભારતીય

હરનાઝ સંધુ પહેલા માત્ર બે ભારતીય જ આ ખિતાબ જીતી શક્યા છે. સુષ્મિતા સેન (Sushmita Sen) વર્ષ 1994માં પ્રથમ વખત મિસ યુનિવર્સ તરીકે ચૂંટાઈ હતી. તેના પછી લારા દત્તા (Lara Dutta) 2000માં મિસ યુનિવર્સ બની હતી. હરનાઝે 17 વર્ષની ઉંમરથી સૌંદર્ય સ્પર્ધાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેના પરિશ્રમના ફળ સ્વરૂપ 21 વર્ષ બાદ ભારતની 21 વર્ષીય હરનાઝ કૌર સંધુ, મિસ યુનિવર્સ 2021 બની. અને માત્ર પરિવાર કે પંજાબનું જ નહિ પરંતુ આખા દેશનું ગર્વ બની.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top