New Banking Rule: ‘ATMથી લઇને ડેબિટ કાર્ડ સુધી..’, 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે અનેક બેંકિંગ નિયમ,

New Banking Rule: ‘ATMથી લઇને ડેબિટ કાર્ડ સુધી..’, 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે અનેક બેંકિંગ નિયમ, આ મોટી બેન્કોએ વધાર્યા ચાર્જ

06/19/2025 Business

SidhiKhabar

SidhiKhabar

New Banking Rule: ‘ATMથી લઇને ડેબિટ કાર્ડ સુધી..’, 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે અનેક બેંકિંગ નિયમ,

New Banking Rule: ખાનગી ક્ષેત્રની બેન્કો ATM અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જે 1 જુલાઈથી લાગૂ થશે. ICICI બેન્કે કેટલીક લેવડ-દેવડ માટે તેના સેવા શુલ્કમાં સુધારો કર્યો છે. તો, HDFC બેન્કે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ આ બંને બેન્કોની સેવાઓનો ઉપયોગ કરો છો, તો તમને ઝટકો લાગવાનો છે.


ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ

ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ

હવે ICICIના ગ્રાહકોએ 3 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ, ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા અને નોન ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 8.5 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા આ ચાર્જ 21 રૂપિયા હતો. મેટ્રો શહેરોમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નાના શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ રહેશે.

IMPS ટ્રાન્ઝેક્શન

ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ના બાહ્ય લેવડ-દેવડ માટે, ટ્રાન્ઝેક્શનની રકમના આધારે ચાર્જ વસૂલવામાં આવે છે. 1,000 રૂપિયા સુધીની રકમ માટે, પ્રતિ ટ્રાન્ઝેક્શન 2.50 રૂપિયા ચાર્જ છે. 1000 રૂપિયાથી વધુ અને 1, 00,000 સુધીની લેવડ-દેવડ માટે, 5 રૂપિયા ચાર્જ લાગૂ પડે છે. 1, 00,000થી વધુ અને 5,00,000 સુધીની લેવડ-દેવડ માટે, પ્રતિ લેવડ-દેવડ 15 રૂપિયા ચાર્જ છે.


રોકડ ઉપાડ પર ચાર્જ

રોકડ ઉપાડ પર ચાર્જ

ગ્રાહકોને દર મહિને 3 મફત ઉપાડ મળે છે. આ ઉપરાંત, પ્રતિ લેવડ-દેવડ 150 રૂપિયા ચાર્જ લાગશે. દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડ પર પ્રતિ 1000 રૂપિયા પર 3.5 રૂપિયા અથવા 150 રૂપિયા, જે વધારે હોય તે લાગૂ પડશે.

ડેબિટ કાર્ડ પર ચાર્જ

નિયમિત ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ચાર્જ 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે, વાર્ષિક ચાર્જ 150 રૂપિયા છે. કાર્ડ ખોવાઈ જવા કે નુકસાન થવાના કિસ્સામાં, પ્રતિ કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જ 300 રૂપિયા હશે.


ICICI બેન્કે ડિમાન્ડ ડ્રાફ્ટ પર ચાર્જ વધાર્યો

ICICI બેન્કે ડિમાન્ડ ડ્રાફ્ટ પર ચાર્જ વધાર્યો

જો તમે ICICI બેન્કના ગ્રાહક છો, તો હવે તમારી પાસેથી કેશ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર જેવી સેવાઓ પર પ્રતિ 1000 રૂપિયા પર 2 રૂપિયા વસૂલવામાં આવશે. જોકે, પ્રતિ લેવડ-દેવડ લઘુત્તમ ચાર્જ 50 રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા છે.


HDFC બેન્ક શું ફેરફાર કરી રહી છે

HDFC બેન્ક શું ફેરફાર કરી રહી છે

જો તમે HDFC બેન્ક ક્રેડિટ કાર્ડથી Dream11, MPL જેવી ગેમિંગ એપ્સ પર દર મહિને 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરો છો, તો હવે તમારે 1 ટકાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ દર મહિને 4,999 રૂપિયા સુધી મર્યાદિત રહેશે. ઉપરાંત, આ ટ્રાન્ઝેક્શન પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં નહીં આવે. થર્ડ પાર્ટી વોલેટ્સ (જેમ કે Paytm, Mobikwik, Freecharge, Ola Money)માં પણ, જો તમે એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ જમા કરાવો છો, તો તેના પર 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે અને તેમાં પણ ચાર્જ મર્યાદા દર મહિને 4,999 રૂપિયા સુધીની રહેશે.

ભાડાની ચૂકવણી પર ચાર્જ લાગશે

જો તમે ભાડાની ચૂકવણી કરો છો, તો બધા ભાડા ચૂકવણીના ટ્રાન્ઢેક્શન પર 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. આ ચાર્જ કુલ ટ્રાન્ઝેક્શન કરેલી રકમ પર વસૂલવામાં આવશે અને તેની મહત્તમ મર્યાદા દર મહિને 4,999 રૂપિયા હશે. એટલે કે, જો તેનાથી વધુ હોય, તો 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. ઇંધણ માટે, 15,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1 ટકા ચાર્જ લાગશે. તો, જો તમે 50 હજાર રૂપિયાથી વધુનું યુટિલિટી બિલ ચૂકવો છો, તો પણ 1 ટકા ચાર્જ લાગશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top