ગુજરાતમાં 8-9 જુલાઈના રોજ અતિરેક વરસાદની આગાહી; જાણો ક્યાં શહેરમાં હેરાન કરશે વરસાદ

ગુજરાતમાં 8-9 જુલાઈના રોજ અતિરેક વરસાદની આગાહી; જાણો ક્યાં શહેરમાં હેરાન કરશે વરસાદ

07/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં 8-9 જુલાઈના રોજ અતિરેક વરસાદની આગાહી; જાણો ક્યાં શહેરમાં હેરાન કરશે વરસાદ

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.


6,7,8 ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી

6,7,8 ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી

છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જુલાઈ 6,7,8 ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના મહિસાગર દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. 8 અને 9 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની સાથે સાથે શહેરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો પરંતુ ત્યારબાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


લો પ્રેશર સિસ્ટમની અસર રાજ્યમાં સક્રિય થઈ

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મધ્યમાં લો પ્રેશર સિસ્ટમની અસર રાજ્યમાં સક્રિય થઈ છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે . વરસાદ સાથે પવનની ગતિ વધુ ઝડપી રહેશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 117 મીમી અને 22 મીમી વરસાદની ઘટ નોંધાઈ છે.


5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે

5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે

લો-પ્રેશર અને ચોમાસાના પ્રવાહની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 5 થી 10 જુલાઈ દરમિયાન 5 થી 8 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. ભારેથી અતિભારે વરસાદની પણ અપેક્ષા છે. 8 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલમાં પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર છે. આ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવશે. ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે 6 જુલાઈથી ચેતવણી જારી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top