ભરઉનાળે જોરદાર પવન અને ગાજ-વીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત
ભારે ઉકળાટ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છ. અને ગઇકાલે ઘણા જિલ્લાઓમાં ભારે પવન અને ગાજ-વીજ સાથે કમોસમી તૂટી વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકો અને પશુઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તો ઘણા ઘરોને નુકસાન પણ થયું છે. ખેડૂતોના કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
સોમવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. રાજકોટના લોધિકા તાલુકાના બાલસર ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના ઘણી જગ્યાએ પવનને કારણે ઠેર-ઠેર વૃક્ષો પડી ગયા હતા, જેના કારણે બંધ થઇ ગયા હતા. અત્યારે તો લગ્નની સીઝન પણ ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ તો લગ્નના મંડપો ધરાશાયી થઈ ગયા હતા. આ સાથે જ ગાજ-વીજ સાથે પડેલા વરસાદના કારણે જાનહાનિ પણ સર્જાઇ હતી. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે 14 લોકોના મોત થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં સૌથી વધુ 4 લોકોના મોત થયા છે, તો વડોદરામાં 3, દાહોદ અને અરાવલીમાં 2-2 લોકોના મોત થયા છે, વિરમગામ, દસકરોઈ અને આનંદમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. તેમાથી 3 લોકોના મોત વીજળી પડવાથી થયા છે, 4 લોકોના મોત ઝાડ પડવાથી, દીવાલ પાડવા, મકાન પાડવા, હોર્ડીંગ પડવાથી અને છત પડવા જેવા કિસ્સામાં 4 લોકોના મોત થયા છે, ઝાડ પડવાથી 4 અને કરંટ લાગવાથી 2 લોકોના મોત થયા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને સાવચતી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp