કેવી રીતે ઊર્જા બચાવવી? : ઘરમાં વીજળીનું બિલ ઘટાડવા માટે આ બાબતોની કાળજી રાખો

કેવી રીતે ઊર્જા બચાવવી? : ઘરમાં વીજળીનું બિલ ઘટાડવા માટે આ બાબતોની કાળજી રાખો

10/29/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

કેવી રીતે ઊર્જા બચાવવી? : ઘરમાં વીજળીનું બિલ ઘટાડવા માટે આ બાબતોની કાળજી રાખો

કેટલાક લોકોનું વીજળીનું બિલ દર મહિને ખૂબ ઊંચું આવે છે. ત્યારે ઘરના બધા લોકો આ વાત પર જ ચર્ચા કરે છે કે આટલું બધું વીજળીનું બિલ કેવી રીતે આવે છે. વાસ્તવમાં, ઘણી વખત આપણે આવી કેટલીક બાબતો પર ધ્યાન આપતા નથી અથવા બેદરકારી દાખવતા હોઈએ છીએ જે વીજળીના ઊંચા બિલનું કારણ બની જાય છે. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ પર ધ્યાન આપીને, વીજળીનું બિલ વધુ આવવાથી બચાવી શકાય છે.


ઘર ડિઝાઈન કરતી વખતે કાળજી રાખો

તમે જે પણ વિસ્તારમાં તમારું ઘર બનાવી રહ્યા છો ત્યાં આબોહવાની સ્થિતિનો વધુમાં વધુ ફાયદો ઉઠાવો. ઘરની અંદર આવતા સૂર્યનો પ્રકાશ અને હવા બંને વીજળીનાં વપરાશને ઘટાડી શકે છે.

ઘરનો આગળનો ભાગ દક્ષિણ અને ઉત્તર દિશામાં હોવું જોઈએ. ઘરનો ભાગ, જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે, જેમ કે લિવિંગ રૂમ, લાઉન્જ અને બેડરૂમ, દક્ષિણ દિશામાં બનાવવા જોઈએ. તેની બાજુમાં વરંડો અને બાલ્કની બનાવો, જેથી ઉનાળામાં છાયડો રહે અને શિયાળામાં સૂર્યપ્રકાશ મળતો રહે.


તમારા વિસ્તારમાં પવન સામાન્ય રીતે કઈ દિશામાં રહે છે તે વિશે માહિતી મેળવો. તેનો અર્થ એ છે કે ઉનાળામાં તમને ઠંડી હવા મળે અને શિયાળામાં તમે આ પવનથી દૂર રહી શકો, કંઈક એ રીતે ઘરની ડિઝાઇનની યોજના બનાવો.


કુદરતી વેન્ટિલેશન અને થર્મલ આરામ

જો ઘરની બારીઓ અને દરવાજામાંથી હવા આવતી-જતી રહેશે, તો ઉનાળામાં પણ ઘર ઠંડું રહેશે. કુદરતી વેન્ટિલેશન દ્વારા પેસિવ કુલિંગ સિસ્ટમનો લાભ લો. એટલે કે, વિદ્યુત ઉપકરણોને બદલે ઘરને કુદરતી રીતે ઠંડુ થવા દો. શક્ય હોય ત્યાં સુધી કન્વેક્શન વેન્ટિલેશનનો સિદ્ધાંત અપનાવો. જ્યાં ગરમ હવા ઉપર જાય છે અને તેની જગ્યાએ ઠંડી હવા આવે છે.


ઘરમાં આંગણું, ક્લેસ્ટોરી બારીઓ, ખુલ્લા વેન્ટીલેશન અને એટ્રિયમનું હોવું ખૂબ જ જરૂરી છે. વધુમાં, તાપમાન ઘટાડવા માટે બાષ્પીભવન ઠંડક તકનીકો (Evaporative Cooling Techniques)નો ઉપયોગ કરી શકાય છે. ઘરના ઇન્સ્યુલેશનને સુધારવા માટે બારીઓ માટે ડબલ ગ્લેઝિંગનો ઉપયોગ કરો.


સૂર્યનો પ્રકાશ છે જરૂરી

સૂર્યનો પ્રકાશ છે જરૂરી

ઘર એવું હોવું જોઈએ કે તમારે દિવસ દરમિયાન લાઈટ ચાલુ કરવાની જરૂર ન પડે. આ માટે ઘરમાં બારીઓ, વેન્ટીલેટર અને વિશાળ ખુલ્લો વિસ્તાર હોવો જરૂરી છે. તેના બે ફાયદા છે આખો દિવસ ઘરમાં લાઈટ રહેશે, સાથે સાથે હવા પણ મળશે. આ કારણે, દિવસ દરમિયાન વીજ વપરાશ નહિવત રહેશે.


સૌર ઉર્જાનો ઉપયોગ

સૌર ઉર્જાનો ઉપયોગ

ઘરની છત પર પીવી (ફોટોવોલ્ટિક) પેનલ લગાવીને, તમે સૌર ઉર્જાથી ઘરનાં પંખા અને લાઈટની સાથે ગીઝરમાં પાણી ગરમ કરી શકો છો. તેનાંથી વીજળીની ખૂબ બચત થાય છે. સોલર વોટર હીટર ખૂબ જ સસ્તું હોય છે. તેને લગાવવું અને ઉપયોગ કરવું સરળ છે.


વીજળીનો સામન જરા સમજી-વિચારીને ખરીદો

ઘરમાં તમામ વિદ્યુત ઉપકરણો ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગની વીજળીનો વપરાશ આ ઉપકરણો દ્વારા થાય છે. ઉચ્ચ BEE (Bureau of energy efficiency)સ્ટાર રેટિંગનું ધ્યાન રાખો. BEEના જણાવ્યા મુજબ, 5 સ્ટાર રેટિંગ સાથે 250 લિટર ફ્રોસ્ટ રેફ્રિજરેટર માત્ર 400 યુનિટ્સ વાપરે છે, જ્યારે સ્ટાર વગરનું રેફ્રિજરેટર સમાન સમયમાં લગભગ 1100 યુનિટ્સ વાપરે છે.


રેટિંગ્સની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આ વસ્તુઓ ખરીદો. જો તમે AC 22 ડિગ્રીથી ઉપર ચલાવો છો, તો તે તમારા વીજળીના બિલને 3 થી 5 ટકા સુધી ઘટાડી શકે છે. ઈન્સ્ટન્ટ વોટર હીટર વધુ વીજળી વાપરે છે, તો સારું તે રહેશે કે તેની જગ્યાએ સ્ટોરેજ હીટર અથવા ગેસ ગીઝર  લગાવવામાં આવે.

ઉપકરણ ચાર્જ કર્યા પછી, ચાર્જર અનપ્લગ કરો અને ગેજેટ્સને સ્ટેન્ડબાય મોડ પર ન મૂકો, નહીંતર તેઓ વીજ વપરાશ ચાલુ રાખશે. તેને વેમ્પાયર લોડકહેવામાં આવે છે, જે ઘરમાં વપરાતી કુલ વીજળીના 5 ટકા જેટલો છે. એનર્જી સેવિંગ મોડથી એક તૃતીયાંશ વીજ વપરાશ બચાવવામાં મદદ મળશે.

સામાન્ય બલ્બની તુલનામાં, LED બલ્બ ઓછી વીજળી વાપરે છે જ્યારે વધુ પ્રકાશ મળે છે. તેથી, સામાન્ય બલ્બને બદલે, LED બલ્બનો ઉપયોગ કરો.


ફ્રીજને ડિફ્રોસ્ટ કરતા રહો

કેટલીકવાર ફ્રીઝરમાં ઘણો બરફ જમા થાય છે, જેના કારણે ફ્રિજની ઠંડક ઓછી થઈ જાય છે અને વસ્તુઓ યોગ્ય રીતે ઠંડુ થઈ શકતી નથી. આના કારણે વધુ પાવર વપરાશ પણ થાય છે. તેથી સમયાંતરે ફ્રિજને ડિફ્રોસ્ટ કરતા રહો. ઉપરાંત, ખોરાક સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય પછી જ ફ્રીજમાં રાખો.


સ્લીપ મોડમાં નથી તે કમ્પ્યુટરને બંધ કરો

આજકાલ મોટાભાગના લોકો ઘરમાં રહીને કોમ્પ્યુટર (Computer) પર પોતાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તમારે વચ્ચે બ્રેક લેવો પડે, ત્યારે કમ્પ્યુટરને સ્લીપ મોડ પર ન રાખો, પરંતુ તેનું મોનિટર બંધ કરો અથવા તેને બંધ કરો. કામ પૂર્ણ કર્યા પછી હંમેશા પાવર સ્વીચ બંધ કરો.


જ્યારે તમે ઘરેથી બહાર નીકળો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો

જ્યારે તમે ઘરેથી બહાર નીકળો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો

જો તમે ઘરની બહાર જઈ રહ્યા હોવ તો ઘરની લાઈટો, પંખો, ગીઝર, મિક્સર, ચીમની, ઈલેક્ટ્રિક ગેસ, ઈન્ડક્શન કુલર અને એસી વગેરે જેવી વસ્તુઓના તમામ સ્વિચને તપાસવાની ખાતરી કરો અને તેને બંધ કરવાનું ભૂલશો નહીં. કેટલીકવાર આ વસ્તુઓના ઉપયોગ દરમિયાન લાઈટ જતી રહે છે અને ભૂલથી તેની સ્વીચો ખુલ્લી રહી જાય છે.


ટીવીમાં ટાઈમર સેટ કરો

ઘણી વખત લોકો ટીવી જોતા જોતા સૂઈ જાય છે અને ટીવી કોઈ કારણ વગર આખી રાત ચાલુ રહે છે. જે વીજળીનો બગાડ કરે છે. તેથી, ટીવીમાં ટાઈમર સેટ કરો જેથી કરીને તમે સૂઈ ગયા પછી, ટીવી કોઈપણ કારણ વગર આખી રાત ચાલતું ન રહે.


વધુ પડતા ભીના કપડા ઈસ્ત્રી ન કરો

ઉતાવળના કારણે ઘણા લોકો ભીના કપડા જ Press કરવા લાગે છે. તેથી ઘણી વખત કામ સરળ બનાવવા માટે, ખૂબ જ ભીના કપડા પર ઈસ્ત્રી કરે છે, જેના કારણે વીજ વપરાશ વધુ થાય છે. ભીના કપડાને બદલે સૂકા કપડા પર પાણીના હળવા છાંટા પાડીને ઈસ્ત્રી કરો.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top