હૃતિક રોશન-જુનિયર NTRની વૉર-2ના નિર્માતાઓએ કરી મોટી તૈયારી, હવે આ એક્ટરની થઇ એન્ટ્રી
YRF પોતાના સ્પાઇ યુનિવર્સને વધુ મોટું બનાવવામાં કોઇ કસર છોડી રહી નથી. મેકર્સ તેને હિન્દી સિનેમાનું સૌથી મોટું યુનિવર્સબનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ યુનિવર્સની આગામી ફિલ્મ 'વૉર 2'ને લઇને લોકો ઉત્સાહિત છે. આ ફિલ્મના લીડ રોલમાં હૃતિક રોશન જોવા મળશે. અયાન મુખર્જી તેનું નિર્દેશન કરી રહ્યા છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે શાહરૂખ પણ આ ફિલ્મમાં જોવા મળવાનો છે. જો એમ થાય તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી શકે છે.
સિદ્ધાર્થ આનંદની 'વૉર' વર્ષ 2019માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મે લગભગ 319 કરોડ રૂપિયાનું લાઇફટાઇમ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં પણ દર્શકોને ભરપૂર એક્શન જોવા મળ્યું હતું. પરંતુ, લોકોને તેની કહાની કંઇ ખાસ પસંદ આવી નહોતી. એમ કહેવું કદાચ ખોટું નહીં હોય કે હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની સ્ટાર પાવર આ ફિલ્મ હિટ થવાનું કારણ રહી હતી.
સિનેહબના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાન આ વૉર સિક્વલમાં 'પઠાણ'ના રૂપમાં કેમિયો કરવા જઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં એક દમદાર સિક્વેન્સ હશે, જેમાં શાહરૂખ, હૃતિક અને જુનિયર NTR ત્રણેય એકસાથે સ્ક્રીન શેર કરશે, પરંતુ શું આ ફિલ્મ 'પઠાણ'ને ટક્કર આપી શકશે? 'પઠાણ'એ વિશ્વભરમાં 1060.43 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા હતું. અયાન મુખર્જી આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.
હૃતિક રોશનની આગામી એક્શન ફિલ્મ 'વૉર 2' હાલમાં પ્રોડક્શન સ્ટેજમાં છે. થોડા દિવસો અગાઉ ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો લીક થઇ હતી. આ તસવીરોમાં હૃતિક રોશન અને જુનિયર NTR નજરે પડી રહ્યા હતા. આ તસવીરોએ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી હતી. એમ કહેવામાં આવી રહ્યું હતું કે એ લીક થયેલી તસવીરો મુંબઇમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી. 'વૉર 2' વર્ષ 2025માં 14 ઑગસ્ટે રીલિઝ થવા જઇ રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ તસવીરમાં હૃતિક રોશન સાથે કિયારા અડવાણી ફીમેલ લીડમાં જોવા મળશે. આ ફિલ્મમાં જુનિયર NTR વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp