મધ્યાહ્ન ભોજન કે મોતનું ભોજન? બાળકોને પીરસાતા ભોજનમાંથી નીકળ્યો સાપ!! અનેક બાળકો હોસ્પિટલમાં દા

મધ્યાહ્ન ભોજન કે મોતનું ભોજન? બાળકોને પીરસાતા ભોજનમાંથી નીકળ્યો સાપ!! અનેક બાળકો હોસ્પિટલમાં દાખલ

05/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

મધ્યાહ્ન ભોજન કે મોતનું ભોજન? બાળકોને પીરસાતા ભોજનમાંથી નીકળ્યો સાપ!! અનેક બાળકો હોસ્પિટલમાં દા

Snake in Mid day meal : શાળામાં ભણવા આવતા બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસવાનો હેતુ બહુ ઉમદા છે. ગરીબ પરિવારના બાળકો એ બહાને પૌષ્ટિક ભોજન મેળવે અને સાથે અભ્યાસ પણ કરી શકે. પરંતુ સંચાલકોની ગુનાહિત બેદરકારીને કારણે વારંવાર આ યોજના બદનામ થતી રહી છે. બિહારથી આવેલા સમાચાર વાંચીને તો રીતસરની અરેરાટી ઉપજે એવું છે!


ભોજનમાંથી નીકળ્યો સાપ!

બિહારના અરરિયામાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાં સાપનું બચ્ચું મળતાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે ખબર પડી ત્યાં સુધીમાં 100 બાળકોએ ખોરાક ગ્રહણ કરી લીધો હતો. હવે એ તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જોગબાની મ્યુનિસિપલ કાઉન્સિલ સ્થિત અમોના મિડલ સ્કૂલમાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક મૃત સાપ જોવા મળ્યો હતો. જે બાદ શાળામાં હોબાળો મચી ગયો હતો. ખોરાકમાં સાપ હોવાની માહિતી મળતાં સુધીમાં 100થી વધુ બાળકોએ ખોરાક ખાઈ લીધો હતો. આ બાળકોને ઉતાવળમાં સબ-ડિવિઝનલ હોસ્પિટલ ફોર્બ્સગંજ લાવવામાં આવી રહ્યા છે. એનજીઓ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. એસડીઓ અને ડીએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમાચારને પગલે શાળામાં લોકોની ભીડ જમા થઇ ગઈ હતી!


આ પહેલા 18 મેના રોજ પડી હતી ગરોળી!!

આ પહેલા 18 મેના રોજ બિહારમાં મિડ-ડે મીલમાં એક ગરોળી મળી આવી હતી. હવે એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના સારણ જિલ્લામાં ગુરુવાર, 18 મેના રોજ મધ્યાહ્ન ભોજન ખાધા પછી ઓછામાં ઓછા 35 શાળાના બાળકો બીમાર પડ્યા હતા. ઘટના ડુંદ્રી ટીકુરિયા ગામની છે. અહીંના ખોરાકમાં ગરોળી જોવા મળી હતી.

મેડિકલ ઓફિસર પંકજ કુમારના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે અને તેમને કોઈ ખતરો નથી. શિક્ષિકા સુમન કુમારીના જણાવ્યા અનુસાર, 'એક NGO શાળામાં મધ્યાહન ભોજન પૂરું પાડે છે. જ્યારે અમે ખોરાકની તપાસ કરી તો અમને ચોખામાં એક મૃત ગરોળી મળી. આ ઘટનાની જાણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top