Google Mapમાં દેખાયો બોયફ્રેન્ડ, બીજી છોકરીનો ચહેરો દેખાતા જ ગર્લફ્રેન્ડના ઊડ્યા હોશ
આમ તો સામાન્ય રૂપે Google Mapની મદદથી લોકો રસ્તો શોધે છે, જેનાથી ઈચ્છા ગમે ત્યાં પહોંચવામાં સરળતા થાય છે, પરંતુ કેટલીક વખત આ મેપના માધ્યમથી કંઈક એવું જોવા મળી જાય છે, જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ગૂગલ મેપ પર રસ્તાની ઝૂમ ઇન તસવીરો પણ હોય છે, જે લાંબા સમય માટે સેવ રહે છે અને તેને કોઈ પણ જોઈ શકે છે. આ જ તસવીરોની મદદથી એક મહિલાએ જે જોયું માનો તેની દુનિયા બરબાદ થઈ ગઈ.
બ્રાઝિલની એક મહિલાનું કહેવું છે કે તેણે આ જ ગૂગલ સ્ટ્રીટ વ્યૂના માધ્યમથી પોતાના બેવફા બોયફ્રેન્ડને રંગે હાઠ પકડ્યો છે. બ્રાઝીલના સિએરાની જુલિયા લીમાએ ટિકટોક પર આ અજીબ કહાની શેર કરી છે. તેના વીડિયોને 9 મિલિયન કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે.
લીમાનું કહેવું છે કે, તેણે હાલમાં જ એક ગૂગલ કારને પોતાના સ્ટ્રીટ વ્યૂ સર્વિસ માટે તસવીરો લેતા પોતાના ઘરની પાસેથી પસાર થતી જોઇ, તેના તુરંત બાદ તેણે બસમાં મજા માટે એક વેબસાઇટ પર જઈને એ જોવાનો નિર્ણય લીધો કે કાર તેના ઘરથી કયા રસ્તા પર ગઈ હતી, પરંતુ આ દરમિયાન લીમાએ સ્ટ્રીટ વ્યૂ સ્નેપમાં જે જોયું તેનાથી તેનું માથું ફરી ગયું. તેમાં તેનો બોયફ્રેન્ડ નજરે પડ્યો, જે કોઈ છોકરીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જઈ રહ્યો હતો.
લીમાએ જણાવ્યું વીડિયોમાં પાછળ બેઠી છોકરી હું તો નહોતી, તો મેં વીડિયો આગળ જોવાનો શરૂ કર્યો, પરંતુ તે અગાળ બાઇકને ઝડપથી ગાયબ થઈ ગઈ તો મેં સાઇડ સ્ટ્રીટને ચેક કરવાનું શરૂ કર્યું. અહી તેને ફરીથી બાઇક નજરે પડી. હવે આ એ જગ્યા હતી જ્યાં લીમાનો બોયફ્રેન્ડ મોટા ભાગે તેને લઈ જતો હતો. લીમાએ કહ્યું તસવીર સ્પષ્ટ થવા સુધી મેં પોતાને સમજાવી કે એ કદાચ કોઈ બીજી વ્યક્તિ હશે, પરંતુ તેણે ઝૂમ કરીને જોયું તો તેનો બોયફ્રેન્ડ ત્યાં એક બેન્ચ પર છોકરીના ખોળામાં માથું રાખીને સૂતો હતો. લીમાએ એ છોકરી પર ફોકસ કર્યું તો તેના હોશ ઉડી ગયા કેમ કે આ છોકરી તેની જ ખાસ બહેનપણી હતી. લીમાએ કહ્યું કે, આ બધુ જોયા બાદ મારી તો દુનિયા જ બરબાદ થઈ ગઈ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp