ભારતમાં ખતરનાક HMPV વાયરસનો બીજો કેસ પણ આવ્યો સામે, ICMRએ પુષ્ટિ કરી, દેશમાં એલર્ટ

ભારતમાં ખતરનાક HMPV વાયરસનો બીજો કેસ પણ આવ્યો સામે, ICMRએ પુષ્ટિ કરી, દેશમાં એલર્ટ

01/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં ખતરનાક HMPV વાયરસનો બીજો કેસ પણ આવ્યો સામે, ICMRએ પુષ્ટિ કરી, દેશમાં એલર્ટ

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલ હ્યુમન મેટાપ્યૂમોવાયરસ (HMPV)નો ચેપ ભારતમાં આવી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ માહિતી આપતા કહ્યું છે કે, કર્ણાટકમાં 2 HMPV સંક્રમિત જોવા મળ્યા છે. તો, HMPV વાયરલ કેસ મળ્યા બાદ, કર્ણાટકના આરોગ્યમંત્રીએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. એક 8 મહિનાનું બાળક અને બીજો 3 મહિનાની છોકરી છે. સરકારે કહ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ બંને કેસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનો કોઈ ઈતિહાસ નથી.


બે કેસ પ્રકાશમાં આવ્યા

બે કેસ પ્રકાશમાં આવ્યા

માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં ILI અને SARI કેસમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. સમગ્ર વિશ્વમાં HMPV પહેલાથી જ ફેલાયેલો છે. અન્ય દેશોમાં પણ તેને લગતી બીમારીના ઘણા કેસ નોંધાયા છે. ICMR અને IDSP નેટવર્ક ડેટા અનુસાર, ILI અથવા SARI કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. ILI એટલે કે ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓમાં તાવ, ઉધરસ, ગળામાં દુઃખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તો, SARI એટલે શ્વાસ લેવામાં પરેશાની થાય છે. HMPV વાયરસમાં પણ સમાન લક્ષણો જોવા મળે છે. એવામાં દેખરેખ જરૂરી બની જાય છે.


બે કિસ્સા પ્રકાશમાં આવ્યા

બે કિસ્સા પ્રકાશમાં આવ્યા

એક 8 મહિનાના બાળકનો એક કેસ પ્રકાશમાં આવ્યો છે, જે HMPV પોઝિટિવ મળી આવ્યો હતો. ત્યારબાદ 3 મહિનાની બાળકી પણ આ વાયરસથી સંક્રમિત જોવા મળી હતી. તેમને બ્રોન્કોપ્ન્યૂમોનિયાના કારણે બેપ્ટિસ્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટેસ્ટમાં HMPV મળી આવ્યો હતો, જોકે છોકરીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top