ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાનની હવા નીકળી ગઈ! પાકિસ્તાની રક્ષા મંત્રી બોલ્યા- ‘અમે કંઈ નહીં કરી

ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાનની હવા નીકળી ગઈ! પાકિસ્તાની રક્ષા મંત્રી બોલ્યા- ‘અમે કંઈ નહીં કરીએ..’

05/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાનની હવા નીકળી ગઈ! પાકિસ્તાની રક્ષા મંત્રી બોલ્યા- ‘અમે કંઈ નહીં કરી

Operation Sindoor: ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ‘ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારતીય સૈન્ય દળોના આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. પરમાણુ હુમલા અને જોરદાર બદલો લેવાની ધમકી આપતું પાકિસ્તાન હવે બેકાફૂટ પર આવી ગયું છે.


પાકિસ્તાનના રક્ષા મંત્રી બોલ્યા- ‘ભારત અન્ય કાર્યવાહી નહીં કરે તો..’

પાકિસ્તાનના રક્ષા મંત્રી બોલ્યા- ‘ભારત અન્ય કાર્યવાહી નહીં કરે તો..’

ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાને બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું. યુદ્ધ શરૂ થાય તે અગાઉ જ પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે, અમે પોતાની રક્ષા કરીશું. પાકિસ્તાની ક્ષેત્ર પર ભારતના હુમલા બાદ, એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં, પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું કે, જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ નહીં કરીએ.

ઉલ્લેખનીય છે કે ભારતની સૈન્ય કાર્યવાહી બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે તેના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાની વિસ્તારોમાં આ હુમલાઓ કર્યા હતા. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે અમે આનો યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો યોગ્ય જવાબ આપવાનો ઘમંડ થોડા કલાકોમાં જ નીકળી ગયો. હવે એમ કહી રહ્યા છે કે જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ કંઈ નહીં કરે.


પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું?

પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું?

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બે ડગલાં આગળ વધીને કહ્યું કે ભારત દ્વારા થોપવામાં આવેલા યુદ્ધનો જોરદાર જવાબ આપવાનો અધિકાર પાકિસ્તાન પાસે છે. પાકિસ્તાની સેનાએ પણ એક નિવેદનમાં ભારતની કાર્યવાહીનો જવાબ આપવાની વાત કહી. પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ ભારતીય હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉશ્કેરણીનો જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળે પર જવાબ આપશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top