જો તમે આ સેવાનો ઉપયોગ કરો છો તો આજે જ ટ્રાન્સફર કરી લેજો તમારા ડેટા! Google બંધ કરવા જઈ રહ્યું

જો તમે આ સેવાનો ઉપયોગ કરો છો તો આજે જ ટ્રાન્સફર કરી લેજો તમારા ડેટા! Google બંધ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ!

04/02/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

જો તમે આ સેવાનો ઉપયોગ કરો છો તો આજે જ ટ્રાન્સફર કરી લેજો તમારા ડેટા! Google બંધ કરવા જઈ રહ્યું

જાયન્ટ કંપની ગુગલ લોકોને અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. આજે લગભગ દરેક સ્માર્ટફોન યુઝર યુટ્યુબ, જીમેલ, ક્રોમ બ્રાઉઝર, ગુગલ ડોક્સ જેવી એપનો ઉપયોગ કરે છે. જો તમે પણ સ્માર્ટફોન કે લેપટોપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે પણ આ સેવાનો ઉપયોગ કરો છો તો તમારે તમારા ડેટા ટ્રાન્સફર કરી લેજો.


YouTube Musicને પ્રમોટ કરવા

YouTube Musicને પ્રમોટ કરવા

ગુગલે અગાઉ તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં ગુગલ પ્લસ, નેક્સસ અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગુગલ પોડકાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને પ્લે સ્ટોર પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.આ એપ અમેરિકામાં 2 એપ્રિલથી ઉપલબ્ધ થશે નહીં. કંપની આ પગલા દ્વારા મોટો નિર્ણય લઈ રહી છે. આ બ્રાંડ આ પ્લેટફોર્મને બંધ કરીને YouTube Musicને પ્રમોટ કરવા માંગે છે.


આ સેવા થઈ જશે બંધ

આ સેવા થઈ જશે બંધ

કંપનીએ ગયા વર્ષે એક બ્લોગપોસ્ટ દ્વારા આ વિશે માહિતી આપી હતી. અમેરિકા બાદ કંપની અન્ય પ્રદેશોમાં પણ તેને બંધ કરશે. Google Podcasts આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રદેશોમાં બંધ થઈ જશે. ગુગલ છેલ્લા કેટલાક દિવસોથી ઇન-એપ નોટિફિકેશન દ્વારા યુઝર્સને આ અંગે માહિતી આપી રહ્યું છે.

હવે કંપનીએ એપના હોમ પેજ પર ચેતવણી બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુગલ યુઝર્સને તેમના ડેટાને યુટ્યુબ મ્યુઝિક અથવા તેમની પસંદગીની કોઈપણ અન્ય પોડકાસ્ટ સેવા સાથે મર્જ કરવા માટે કહી રહ્યું છે. ધ્યાનમાં રાખો કે આ એપ્લિકેશન હજી પણ Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. જો કે, યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં.


કઈ રીતે ડેટા ટ્રાન્સફર કરાશે

કઈ રીતે ડેટા ટ્રાન્સફર કરાશે

ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમે ગૂગલ પોડકાસ્ટનો ઉપયોગ કરો છો અને તેમાં તમારો ડેટા છે, તો તમારે તેને તરત જ યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રાન્સફર કરી લેવો જોઈએ. ગૂગલના જણાવ્યા અનુસાર, યુઝર્સ માત્ર માર્ચ 2024 સુધી પોડકાસ્ટનો ઉપયોગ કરી શકશે, જ્યારે તેના યુઝર્સ જુલાઈ 2024 સુધી મેમ્બરશિપ ટ્રાન્સફર કરી શકશે.

  1. વપરાશકર્તાઓએ તેમની Google Podcasts એપ્લિકેશનની મુલાકાત લેવી પડશે.
  2. હવે તમારે સ્ક્રીનની ટોચ પર એક્સપોર્ટ સબસ્ક્રિપ્શન પસંદ કરવાનું રહેશે.
  3. હવે તમને YouTube મ્યુઝિકમાં એક્સપોર્ટ કરવાનો ઓપ્શન મળશે.
  4. હવે તમારે તેમાં એક્સપોર્ટનો વિકલ્પ પસંદ કરવાનો છે.
  5. હવે તમારે Continue વિકલ્પ પસંદ કરવો પડશે.
  6. જો તમે તમારું સબસ્ક્રિપ્શન જોવા માંગતા હોવ તો તમારે ગો ટુ લાઇબ્રેરી ઓપ્શનમાં જવું પડશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top