Breaking News : ગાંધીનગરથી હથિયારોનો જથ્થો ઝડપાયો! હ્યુન્ડાઈ વર્ના કારમાંથી ઝડપાયેલા હથિયારોથી

Breaking News : ગાંધીનગરથી હથિયારોનો જથ્થો ઝડપાયો! હ્યુન્ડાઈ વર્ના કારમાંથી ઝડપાયેલા હથિયારોથી કોની ‘ગેમ’ થવાની હતી?!

05/09/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Breaking News : ગાંધીનગરથી હથિયારોનો જથ્થો ઝડપાયો! હ્યુન્ડાઈ વર્ના કારમાંથી ઝડપાયેલા હથિયારોથી

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હથિયારોનો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. કેટલાક જાગૃત નાગરિકોની ફરિયાદને આધારે આ શક્ય બન્યું હતું. ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાને કારણે સૌથી સુરક્ષિત વિસ્તાર ગણાય, પણ અહીંથી જ હથિયારોનો જથ્થો ઝડપાયો, એ પછી ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યનો પોલીસ બેડો સતર્ક થઇ ગયો છે. પોલીસ તપાસ હવે કઈ દિશામાં આગળ વધશે અને કોણ ઝડપાશે એ જોવાનું રસપ્રદ થઇ રહેશે.


ફ્લેટમાં બેઝમેન્ટમાં બિનવારસી કાર પડી હતી...

ફ્લેટમાં બેઝમેન્ટમાં બિનવારસી કાર પડી હતી...

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે. આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે. જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.જેમાં સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં બિનવારસી કારમાંથી હથિયાર જથ્થો ઝડપાયો છે. જેમાં બે રિવોલ્વર, બે દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે. જેમાં હથિયાર સાથે ઝડપાયેલી કારના નંબરની પોલીસ તપાસ શરૂ કરી છે. કારનો નંબર ડમી હોવાનું સામે આવ્યું છે.


શું કોઈ ઘાતકી કાવતરાને અંજામ આપવા હથિયારો લવાયા?

શું કોઈ ઘાતકી કાવતરાને અંજામ આપવા હથિયારો લવાયા?

હ્યુન્ડાઈ વર્ના કાર કે જે ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી હતી, તે બિનવારસી હાલતમાં મળી આવી છે. અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે. જ્યારે હથિયારનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે મંગાવ્યો, કાર કોની છે.હથિયારનો ઉપયોગ થવાનો હતો, અને હથિયારનો ઉપયોગ કોણ કરવાનું હતું તે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top