IMDએ જણાવ્યું આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન, '55KMની ઝડપે તોફાની હવાઓ, શીત લહેર, ભારે..'

IMDએ જણાવ્યું આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન, '55KMની ઝડપે તોફાની હવાઓ, શીત લહેર, ભારે..'

12/17/2024 National

SidhiKhabar

SidhiKhabar

IMDએ જણાવ્યું આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન, '55KMની ઝડપે તોફાની હવાઓ, શીત લહેર, ભારે..'

IMD Weather Forecast: દેશભરમાં શિયાળાની ઋતુના અજીબોગરીબ રંગો જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તોફાન છે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ હિમવર્ષા થવાની સંભાવના છે અને કેટલીક જગ્યાએ શીત લહેરે ધ્રૂજાવી રાખ્યા છે. માત્ર કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જ્યારે દિવસ દરમિયાન તડકાના કારણે લોકોને ઠંડીથી રાહત મળી રહી છે.

જોવા જોઈએ તો ડિસેમ્બર મહિનામાં જોઈએ તેટલી ઠંડી નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ એલર્ટ જાહેર કર્યું છે કે 22 ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેશે. ચાલો જાણીએ કે 5 દિવસ સુધી સમગ્ર દેશમાં કેવું રહેશે હવામાન? ક્યાં શીત લહેર ચાલશે અને ક્યાં ધુમ્મસ છવાશે? ક્યાં તોફાની પવન ફૂંકાશે અને ક્યાં ભારે વરસાદ થશે?


આ રાજ્યોમાં વાદળો વરસશે

આ રાજ્યોમાં વાદળો વરસશે

હવામાન વિભાગના અહેવાલ મુજબ, 16 ડિસેમ્બરે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાયું. 17-18 ડિસેમ્બરની વચ્ચે આગામી 2 દિવસમાં તે વધુ સક્રિય બને અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં તમિલનાડુ તરફ આગળ વધે તેવી શક્યતા છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટના રૂપમાં સક્રિય છે. આ બંનેની અસરને કારણે 17 અને 18 ડિસેમ્બરે તામિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આજે 17-19 ડિસેમ્બર સુધી કૉસ્ટલ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 17-20 ડિસેમ્બર દરમિયાન, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી સાથે છૂટાછવાયા વાવાઝોડાની શક્યતા છે. 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેથી હવામાન વિભાગે માછીમારોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે.


અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેશે

અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં શીત લહેરચાલવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઠંડીનું મોજું પ્રવર્તી શકે છે.

મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઠંડો દિવસ રહેવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાઇ શકે છે. પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગ્રાઉન્ડ ફ્રૉસ્ટની શક્યતા છે.


દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણ એક સાથે

દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણ એક સાથે

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણ વધવા લાગ્યું છે. સોમવારે AQI 400થી વધુ રહ્યો હતો. આજે મંગળવારે AQI 418 છે. તેથી દિલ્હીમાં ગ્રેપ-3ની સાથે ગ્રેપ-4 પણ લગાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે દિલ્હીમાં 22 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ ચાલુ રહેવા માટે યલો એલર્ટ આપ્યું છે. સોમવારે પાટનગરનું મહત્તમ તાપમાન 24.5 અને લઘુત્તમ 4.5 ડિગ્રી નોંધાયું હતું. ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં ચોથી વખત તાપમાન 5 થી નીચે ગયું છે.

આજે, 17 ડિસેમ્બર, 2024ના રોજ, મહત્તમ તાપમાન 20.23 ડિગ્રી હતું. દિવસનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન 7.05 ડિગ્રી અને 22.87 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાં ભેજનું પ્રમાણ 17% છે અને પવનની ઝડપ 17 કિલોમીટર પ્રતિ કલાક છે. હાલમાં દિલ્હીમાં તાપમાન મહત્તમ 20 થી 23 ° સેલ્સિયસ અને લઘુત્તમ 4 થી 7 ° સેલ્સિયસ વચ્ચે છે. એવામાં, દિલ્હી-NRCના લોકો આગામી 5 દિવસ સુધી માત્ર ઠંડી જ નહીં, પરંતુ ધુમ્મસ, સ્મોગ અને પ્રદૂષણથી પણ પરેશાન રહેશે.


પર્વતીય રાજ્યોમાં હવામાનની સ્થિતિ

પર્વતીય રાજ્યોમાં હવામાનની સ્થિતિ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેદારનાથ ધામમાં છેલ્લા 8 દિવસથી હિમવર્ષા થઈ રહી છે અને લગભગ એક ફૂટ બરફ પડી ચૂક્યો છે. મંદિરની સામે આવેલી નંદીની મૂર્તિ પણ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીના 16 કિલોમીટરના વિસ્તારમાં 2 ઈંચ સુધીનો બરફ જમા થયો છે. 22 ડિસેમ્બર બાદ ભારે હિમવર્ષા શરૂ થવાની સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top