VIDEO: આરબીઆઈના ૯૦માં સ્થાપના દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ કહ્યું- 10 વર્ષમાં જે થયું તે માત્ર ટ્

VIDEO: આરબીઆઈના ૯૦માં સ્થાપના દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ કહ્યું- 10 વર્ષમાં જે થયું તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું...., જુઓ વિડીઓ

04/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

VIDEO: આરબીઆઈના ૯૦માં સ્થાપના દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ કહ્યું- 10 વર્ષમાં જે થયું તે માત્ર ટ્

PM Modi : ભારતીય રિઝર્વ બેંક (RBI) તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ત્યારે આ પ્રસંગે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ઘણી મોટી વાતો કહી હતી.



બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રને મજબુત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા

બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રને મજબુત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા

 PM મોદીએ કહ્યું કે, આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 90 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે. RBI એક સંસ્થા તરીકે આઝાદી પહેલાના અને પછીના સમયની સાક્ષી છે. PM મોદીએ કહ્યું હતું કે, જે RBI તેની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. તે RBIની સ્થાપનાના 90 વર્ષ પૂર્ણ થવા પર હું તમને બધાને અભિનંદન આપું છું.

PM મોદીએ કહ્યું હતું કે, 'આરબીઆઈએ છેલ્લા દસ વર્ષમાં ભારતની બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રને મજબુત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે તમે જે નીતિઓ બનાવો છો અને તમે જે કામ કરો છો તે RBIની આગામી દાયકાની દિશા નક્કી કરશે. આ દાયકો એ દાયકો છે જે આ સંસ્થાને તેના શતાબ્દી વર્ષમાં લઈ જશે અને આ દાયકો વિકસિત ભારતની સંકલ્પ યાત્રા માટે એટલો જ મહત્વપૂર્ણ છે. આગામી દાયકો આ સંસ્થાને તેના શતાબ્દી વર્ષમાં લઈ જશે. હું RBIને તેના લક્ષ્યો અને સંકલ્પો માટે અભિનંદન આપું છું.



10 વર્ષમાં જે પણ થયું તે માત્ર ટ્રેલર

PM મોદીએ કહ્યું કે, 2014માં જ્યારે હું રિઝર્વ બેંકના 80 વર્ષના કાર્યક્રમમાં આવ્યો ત્યારે પરિસ્થિતિ સાવ અલગ હતી. ભારતનું સમગ્ર બેંકિંગ ક્ષેત્ર સમસ્યાઓથી અને પડકારોથી ઘેરાયેલું હતું. સ્થિતિ એટલી ખરાબ હતી કે સરકારી બેંકિંગ સિસ્ટમ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપી શકતી ન હતી. પરંતુ આજે ભારતની બેંકિંગ સિસ્ટમ વિશ્વમાં એક મજબૂત અને ટકાઉ સિસ્ટમ તરીકે ગણવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં જે પણ થયું તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે, આપણે હજુ દેશને આગળ લઈ જવાનો છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top