મહારાષ્ટ્રમાં BJPને RSSનું બેકઅપ મળ્યું, હિન્દુ મતોને એક કરવા માટે આ કામ કરી રહ્યું છે

મહારાષ્ટ્રમાં BJPને RSSનું બેકઅપ મળ્યું, હિન્દુ મતોને એક કરવા માટે આ કામ કરી રહ્યું છે

11/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રમાં BJPને RSSનું બેકઅપ મળ્યું, હિન્દુ મતોને એક કરવા માટે આ કામ કરી રહ્યું છે

મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મહાયુતિ અને મહા અઘાડી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. એક તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનને લઈને વડાપ્રધાન મોદીથી લઈને સમગ્ર ભાજપ જ્યાં લામબંધ થઈ રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ લોકસભા ચૂંટણીની જેમ બંધારણ અને અનામત જેવા મુદ્દા ઉઠાવીને સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, એવી ચર્ચા છે કે સંઘ ભાજપની વાપસી માટે હિન્દુ મતોના એકત્રીકરણ માટે સતત ફીલ્ડ પર કામ કરી રહ્યું છે.

RSS પોતાના 65થી વધુ સંલગ્ન સંગઠનોની મદદથી વિધાનસભા ચૂંટણીમાં હિન્દુત્વની ધારને તેજ કરવાનું માટે કામ કરી રહ્યું છે. સંઘ અગાઉથી જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કટેંગે તો બટેંગેવાળા નિવેદન પર સહમત થઈ ચૂક્યું છે. હવે સંઘ આ નારાને લાગૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હિંદુ મતોને ભાજપની તરફેણમાં એકત્ર કરવા માટે સંઘ 'સજગ રહો' નામનું અભિયાન ચલાવી રહ્યું છે.


યોગીના નારા પર વડાપ્રધાન મોદીની મહોર

યોગીના નારા પર વડાપ્રધાન મોદીની મહોર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગેવાળા નિવેદનથી એક પગલું આગળ વધતા વડાપ્રધાન મોદીએ શુક્રવારે ધુલેમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જો એક છીએ, તો સુરક્ષિત છીએ. ભાજપ અને સંઘ માને છે કે માલેગાંવમાં મુસ્લિમ મતોની એકતાના કારણે ભાજપ લોકસભા ચૂંટણી હારી ગઇ હતી. એવામાં ભાજપ અને સંઘ મહારાષ્ટ્રના હિંદુઓને બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહાર સાથે જોડીને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ અને સંઘ હિન્દુઓને એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક થઈને જ તમે સુરક્ષિત રહી શકો છો.


જાણો શું છે સજગ રહો અભિયાન

જાણો શું છે સજગ રહો અભિયાન

જો સંઘ પરિવારનું માનીએ તો સજગ રહો અભિયાનનો ઉદ્દેશ્ય કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ નથી. પરંતુ, આ અભિયાન દ્વારા તેઓ હિન્દુઓના જાતિવિભાજનને ખતમ કરવા માગે છે. BJPના અધિકારીએ કહ્યું કે, સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠનો મહારાષ્ટ્રમાં સેંકડો સભાઓનું આયોજન કરીને આ અભિયાનને લાગૂ કરવામાં વ્યસ્ત છે. સંઘ માને છે કે હિન્દુઓ જાતિના આધારે વિભાજિત થાય છે, જ્યારે મુસ્લિમો મતભેદો ભૂલીને ચૂંટણીમાં એક સાથે મતદાન કરે છે, જેથી ભાજપને હરાવી શકાય.

સંઘના આ પ્રયાસમાં ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ અને રણરાગિની સેવાભાવી જેવી સંસ્થાઓ સામેલ છે. સંઘ સમગ્ર મહારાષ્ટ્રમાં કોંકણ, દેવગિરી, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભના ચાર પ્રાંતોમાં આ અભિયાન દ્વારા હિન્દુઓને એક કરવામાં વ્યસ્ત છે. તેના માટે બેઠકો પણ યોજવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top