ઇન્કમ ટેક્સ ભરવાની ડેડલાઈન્સ લંબાવાઈ કરદાતાઓ માટે મોટી રાહત

ઇન્કમ ટેક્સ ભરવાની ડેડલાઈન્સ લંબાવાઈ, કરદાતાઓ માટે મોટી રાહત

06/25/2020 Business

SidhiKhabar

SidhiKhabar

ઇન્કમ ટેક્સ ભરવાની ડેડલાઈન્સ લંબાવાઈ કરદાતાઓ માટે મોટી રાહત

ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓ માટે રાહત આપનારી ટ્વિટ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ થઇ છે કે  CBDT દ્વારા તારીખ ૨૪ જૂન, ૨૦૨૦ને દિવસે જાહેર કરાયેલા નોટીફીકેશન નંબર S.O. 2033(E) મુજબ વિવિધ ટેક્સની મુદત લંબાવવામાં આવી છે.

આ નોટીફીકેશન અન્વયે સુરત સ્થિત જાણીતા સીએ વિતરાગ સંઘવી સીધીખબર સાથેની વાતચીત દરમિયાન નીચેના મુદ્દા સમજાવે છે :

  1. FY 18-19 માટેનો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ ૩૦ જૂનને બદલે ૩૧ જુલાઈ ૨૦૨૦ કરવામાં આવી છે.
  2. FY 19-20 માટેનો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે.
  3. માર્ચ ૨૦૨૦ની ટીડીએસ રિટર્ન ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ભરી શકાશે.
  4. માર્ચ ૨૦૨૦નું ટીસીએસ રિટર્ન ૧૫ જુલાઈ ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે.
  5. FY 19-20 માટેનું ટીડીએસ સર્ટિફિકેટ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં ઈશ્યુ કરી શકાશે.
  6. FY 19-20 માં એલઆઈસી, પીપીએફ વગેરે ઇન્વેસ્ટમેન્ટ (ચેપ્ટર 6-A) માટેની છેલ્લી તારીખ ૩૦ જૂન સુધીની હતી, જે હવે લંબાવીને ૩૧ જુલાઈ સુધીની કરવામાં આવી છે.
  7. આઈટી એક્ટ 54 થી 54GB અંતર્ગત કેપિટલ ગેઇન સંબંધિત લાભ/કપાત વગેરે માટે દાવો કરવા માટે નિવેશ/નિર્માણ/ ખરીદી તારીખને પણ આગળ વધારીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લઇ જવામાં આવી છે.
  8. જેમાં સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ એક્ લાખ રૂપિયા સુધીનો છે, એમાં સેક્શન 234 A મુજબ વ્યાજની છૂટ આપવામાં આવી છે.
  9. FY 19-20 માટેનો ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી લંબાવાઈ છે.
  10. વિવાદ સે વિશ્વાસ તક એક્ટની ડ્યુ ડેટ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લઇ જવાઈ છે.

લાંબા સમયથી સંકટ ભોગવી રહેલા વેપારીઓથી માંડીને મધ્યમવર્ગના ટેક્સ પેયર્સને પણ તારીખો લંબાવવાને કારણે રાહત થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top