કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષે પગાર વધારો નહિ મળે!

કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષે પગાર વધારો નહિ મળે!

06/15/2020 Business

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષે પગાર વધારો નહિ મળે!

કોરોનાને કારણે આવી પડેલી આર્થિક કટોકટીને કારણે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકોને હમણાં નોકરી ગુમાવવાનો અને પગાર કાપનો ભય સતાવી રહ્યો છે. આથી મોટા ભાગના લોકો સરકારી કર્મચારીઓની ઈર્ષ્યા કરી રહ્યા છે. કારણકે સરકારી કર્મચારીઓની ક્યારેય છટણી કરાતી નથી, અને સમયાંતરે (પરફોર્મન્સ ન હોય તો પણ) એમનો પગાર વધતો જ રહે છે. પણ હવે કોરોનાને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે પ્રમાણમાં ‘સેઈફ’ ગણાતા કેન્દ્રીય કર્મચારીઓનું ય મન જરા ખાતું થઇ જાય એવા સમાચાર આવ્યા છે.

૨૦૧૯-૨૦ના આર્થિક વર્ષ માટે કેન્દ્રીય કર્મચારીઓના એન્યુઅલ પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ – APAR તૈયાર કરવા માટેની મુદત વધારવામાં આવી છે. ઇન્ક્રીમેન્ટ પ્રોસેસ માટેનું પહેલું પગથિયું ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે જે-તે વર્ષની ૩૧ મે સુધીમાં APARની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે છે. પરંતુ આ વર્ષે માર્ચ-૨૦૨૦ દરમિયાન લોકડાઉન આવી પડતા નિયમિત તારીખ લંબાવીને ૩૧ જુલાઈ સુધીની કરવામાં આવી છે. પહેલા ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં APARની પ્રક્રિયા પૂર્ણ કરવાનું નક્કી થયું હતું. પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય બન્યું નહોતું. અને હવે આ મર્યાદા માર્ચ-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. એનો સીધો અર્થ એવો નીકળે કે કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ ૨૦૨૧ સુધી કોઈ પગાર વધારો મળવાની શક્યતા નથી.


૧૧ જૂનને દિવસે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા ઓર્ડર દ્વારા APARને પૂર્ણ કરવાણી પ્રક્રિયાની તારીખ લંબાયાનું જાહેર કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ને કારણે હાલમાં દરેક સરકારી મંત્રાલયને પોતાના મૂળ કામકાજ સહિતની વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વળી કર્મચારીઓ રોટેશન શિફ્ટમાં કામ કરે છે. આથી અધિકારીઓ APAR પ્રોસેસમાં સામેલ થવા માટેનો સમય ફાળવવામાં નિષ્ફળ ગયા હતા. જો કે ગત વર્ષે પણ દેશભરમાં યોજાયેલ જનરલ ઇલેક્શનને કારણે APAR પ્રક્રિયામાં થોડું મોડું થયું હતું. પણ આ વખતે અસામાન્ય સંજોગોને કારણે APAR પ્રક્રિયામાં પણ પહેલા ક્યારેય ન થયો હોય એટલો વિલંબ થયો છે.

હવે ૩૧ ડિસેમ્બર સુધીમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને આગળની પ્રક્રિયા માટે ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધીની ડેડલાઈન રાખવામાં આવી છે.ત્યાર પછી ૧૫-૧૫ દિવસના અંતરાલે પ્રક્રિયાનું અંતિમ ચરણ ૩૧ માર્ચ ૨૦૧૦ સુધીમાં પૂરું થશે.

ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સીના અધિકારીઓ પર કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર પડશે. કેટલાક એવું પણ માની રહ્યા છે કે કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો નહિ મળે તો એની અસર એમની ખરીદ શક્તિ ઉપર પડવાની શક્યતા છે. અને એવું થાય તો સમગ્ર બજાર ઉપર એની કેટલી અસર પડશે એ જુદી ચર્ચા માંગી લેતો મુદ્દો છે.

હાલમાં તો એટલું નક્કી છે કે કેન્દ્રીય કર્મચારીઓ આ વર્ષે પગાર વધારાથી વંચિત રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top