નવી દિલ્હી : ભારતમાં જેટલા ઘરોમાં શૌચાલયો નથી તેના કરતા વધારે ઘરોમાં મોબાઈલ ફોન હોય છે. આવતા પાંચ વર્ષમાં ભારતીયો ઇન્ટરનેટ ડેટાનો હજી વધુ પ્રમાણમાં ઉપયોગ કરશે.
દેશમાં સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યામાં સતત વધારો થયો છે. નવાઈની બાબત એ છે કે ભારતમાં જેટલા ઘરોમાં શૌચાલયની સગવડ છે, એનાથી વધુ ઘરોમાં મોબાઈલ છે! એવું કહેવાય છે કે વિશ્વભરમાં સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર આપણા ભારતીયો જ છે. અને તાજેતરના અહેવાલ મુજબ, આવતા પાંચ વર્ષમાંભારતીયો ઇન્ટરનેટ ડેટાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરશે.
દેશમાં ઇન્ટરનેટ વપરાશ નો મુખ્ય માર્ગ સ્માર્ટફોન
એક રીપોર્ટ મુજબ દેશમાં ફક્ત ચાર ટકા ઘરોમાં બ્રોડબેન્ડ લાઇનછે. આવામાં ઈન્ટરનેટ સુધી પહોચવા માટે સ્માર્ટફોનએએક મુખ્ય માર્ગ છે રીપોર્ટ મુજબદેશમાં ઇન્ટરનેટનો વપરાશ ખૂબ ઝડપભેર વધી રહ્યો છે. તેની સાથે તે ક્ષેત્રમાં પ્રતિ સ્માર્ટફોન સૌથી વધુ માસિક વપરાશ રહેશે.
આવનારા વર્ષોમાં મોબાઈલ ડેટા જીબીને બદલે ઇબી (Exabyte)માં મપાશે.
ભારતની પ્રતિ વ્યક્તિ માસિક ડેટા વપરાશ 2025 સુધીમાં પ્રતિ માસ ૨૫ જીબી સુધી પહોંચી શકે છે. વર્ષ 2019માં તે દર માત્ર 12 જીબી પ્રતિ માસ હતો. આ આંકડા વિશ્વના કોઈ પણ દેશના ઈન્ટરનેટ ડેટા વપરાશના આંકડા કરતા વધુ છે. ટેલિકોમ સાધન બનાવવાવાળી મોટી કંપની એરિક્સને તેમના જૂન 2020ના 'મોબિલીટી રિપોર્ટ'માં કહ્યું કે આનું મુખ્ય કારણ દેશમાં સસ્તી મોબાઈલ ઇન્ટરનેટ સેવા છે. જેના લીધે લોકોનાં રોજીંદા જીવનમાં વિડીયો જોવાની કુટેવનો સમાવેશ થયો છે.
એરિક્સન મોબિલીટી રિપોર્ટના કાર્યકારી સંપાદક અને વ્યૂહાત્મક માર્કેટિંગના વડા પ્રતીક સરવાલે જણાવ્યું હતું કે, દેશમાં ઇન્ટરનેટનો વપરાશ 2025 સુધીમાં ત્રણ ગણો થઇને 21 ઇબી (એક્સબાઇટ) સુધી થવાની ધારણા છે. અહીં નોંધનીય છે કે ૧ ઈબી બરાબર દસ લાખ ટેરાબાઈટ થાય છે. આ પરથી અનુમાન લગાવી શકાશે કે આવનારા વર્ષોમાં ભારતના લોકો ઇન્ટરનેટનો વપરાશ કેટલા બહોળા પાયે કરશે!
પ્રતીક સરવાલે કહ્યું કે દેશમાં 2025 સુધીમાં 41 કરોડ નવા સ્માર્ટફોન ઉમેરવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, 2025 સુધીમાં દેશમાં માથાદીઠ માસિક ડેટા વપરાશ વધીને 25 જીબી થશે એ સ્વાભાવિક છે.
મોબાઈલના વધતા વપરાશ પાછળ નવી નવી ગેમ્સથી માંડીને વિવિધ એપ્સ જવાબદાર છે. યુવાનોમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ક્રેઝ છે. વળી આજકાલ યુવાનો જેમને રોલ મોડેલ માને છે એવા સેલીબ્રીટીઝ પણ સોશિયલ મીડિયા દ્વારા જ યુવાનોના સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ વિખ્યાત એક્ટર સુશાંતસિંહે આત્મહત્યા કરી ત્યારે કોઈ સ્યુસાઈડ નોટ લખી નહોતી, પણ એના સોશિય મીડિયા મેસેજીસ ઉપરથી જ ચાહકોને એના ડિપ્રેશન વિષે જાણ થયેલી. એ સિવાય હાલના સમયમાં ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે વધુને વધુ લોકો ન્યૂઝ પેપર્સ કે ટીવી ચેનલ્સને લાઈવ ન્યૂઝ પોર્ટલ્સ ઉપર આધાર રાખતા થઇ રહ્યા છે. સસ્તું ઈન્ટરનેટ અને અહીં લખ્યા એ તમામ કારણોને લીધે ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.