ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું કે શું? અમેરિકા અને ઈરાન વચ્ચે વધ્યું ટેન્શન, અમેરિકાએ બોમ્બમ

ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું કે શું? અમેરિકા અને ઈરાન વચ્ચે વધ્યું ટેન્શન, અમેરિકાએ બોમ્બમારો કરવાની આપી ધમકી તો ઈરાને પણ કરી લાલ આંખ

03/31/2025 World

SidhiKhabar

SidhiKhabar

ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું કે શું? અમેરિકા અને ઈરાન વચ્ચે વધ્યું ટેન્શન, અમેરિકાએ બોમ્બમ

Iran America Clash: પરમાણુ કરારને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો ઈરાને જવાબ આપી દીધો છે. ઈરાને પોતાની મિસાઈલો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. તેહરાન ટાઇમ્સના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ઈરાને હવાઈ હુમલાનો સામનો કરવા માટે દેશભરમાં ભૂમિગત સુવિધાઓમાં તેની મિસાઈલોને લોન્ચ-રેડી મોડમાં રાખી છે જે હવાઇ હુમલાઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે જો જરૂર પડે તો અમેરિકા સાથે સંબંધિત સ્થળો પર પણ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે.


ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને આપી હતી ધમકી

ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને આપી હતી ધમકી

વાસ્તવમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (30 માર્ચે) ઈરાનને એક નવી ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન પરમાણુ કરાર સ્વીકારવાનો ઇનકાર કરે છે તો તેના પર બોમ્બમારો કરી શકાય છે. NBC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, 'જો તેઓ કોઈ ડીલ નહીં કરે, તો બોમ્બમારો થશે અને એવો બોમ્બમારો થશે, જે અગાઉ ક્યારેય ન થયો હોય.'

ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ, અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની માગને વધુ તીવ્ર બનાવી દીધી છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈરાનને પોતાનો પરમાણું કાર્યક્રમને વિકસિત કરવા અને પરમાણું હથિયાર હાંસલ કરની મંજૂરી નહીં આપી શકે. ટ્રમ્પ તરફથી આ તાજેતરની ધમકી આ ક્રમમાં આવી છે. જોકે, તેના જવાબમાં, ઈરાન તરફથી પણ એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી.


ઈરાની નેતાઓના જવાબ

ઈરાની નેતાઓના જવાબ

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલિબાફે પ્રતિક્રિયા આપી કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે, તો નજીકના તમામ અમેરિકન બેઝ, પછી ભલે તે કુવૈત, કતાર, બહેરીન કે UAE ક્યાંય પણ હોય, સુરક્ષિત નહીં રહે. તો, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સંતુલિત પ્રતિભાવ આપતા કહ્યું કે અમે વાતચીતથી બચતા નથી, પરંતુ વચનોનું ઉલ્લંઘન વાસ્તવિક સમસ્યા છે, જે અમારા માટે સમસ્યાઓ ઊભી કરે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ પહેલા સાબિત કરવું પડશે કે તેઓ પરસ્પર વિશ્વાસનું નિર્માણ કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top