શું સુનીતા વિલિયમ્સ અવકાશમાં ‘ફસાઈ’ ગઈ છે? શું અવકાશયાત્રાએ ગયેલું NASAનું ‘બોઇંગ સ્ટારલાઈનર’ પ

શું સુનીતા વિલિયમ્સ અવકાશમાં ‘ફસાઈ’ ગઈ છે? શું અવકાશયાત્રાએ ગયેલું NASAનું ‘બોઇંગ સ્ટારલાઈનર’ પહેલેથી જ ખામીયુક્ત હતું?

06/27/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

શું સુનીતા વિલિયમ્સ અવકાશમાં ‘ફસાઈ’ ગઈ છે? શું અવકાશયાત્રાએ ગયેલું NASAનું ‘બોઇંગ સ્ટારલાઈનર’ પ

Sunita Williams, Boing Starliner: સુનીતા વિલિયમ્સ અને એના સાથીદાર બુચ વિલ્મોર નાસા સાથે જોડાયેલા છે. આ બંને અનુભવી અવકાશયાત્રીઓને નાસાએ 5 જૂને પોતાના મહત્વાકાંક્ષી સમાનવ અવકાશયાત્રા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ખાતે મોકલ્યા હતા. 13 જૂને આ બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફરવાના હતા, પણ એમના યાનમાં ટેકનિકલ ખામી સર્જાતા આજ દિન સુધી તેઓ પૃથ્વી પર પાછા ફરી શક્યા નથી! જેમ જેમ દિવસો ખેંચાતા જાય છે, તેમ તેમ કશુંક અમંગલ થવાની આશંકા સતાવી રહી છે.


શું પહેલેથી જ ખામીયુક્ત યાનમાં મોકલાયા?

શું પહેલેથી જ ખામીયુક્ત યાનમાં મોકલાયા?

સુનિયા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જે યાનમાં બેસીને અવકાશયાત્રાએ ઉપડેલા, એ ‘બોઇંગ સ્ટારલાઈનર’ નામનું યાન વિશ્વ વિખ્યાત બોઇંગ કંપની અને નાસાના સહયોગથી બનાવવામાં આવેલું. આ અવકાશી વાહન સ્ટારલાઈનર કેપ્સ્યુલ તરીકે ઓળખાય છે. મીડિયા અહેવાલો મુજબ આ કેપ્સ્યુલમાં એક-બે નહિ પણ પૂરી પાંચ જગ્યાએથી હિમ્લીય્મ ગેસ લીક થતો હતો! ઉપરાંત યાનનું થ્રસ્ટર પણ પાંચેક વખત ફેઈલ થઇ ચૂક્યું હતું. તેમ છતાં નાસા કે પછી કેપ્સ્યુલ ડિઝાઈન કરનાર બોઇંગ કંપનીએ આ ક્ષતિઓને ગણકારી જ નહિ. અને બંને અવકાશ યાત્રીઓને ગત 5 જૂને અવકાશ યાત્રાએ મોકલી આપ્યા! હવે પરિસ્થિતિ એવી પેદા થઇ છે કે સુનીતા અને વિલ્મોર અવકાશમાં આવેલ ઇન્ટરનેશન્લ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી તો ગયા, પણ ખામીયુક્ત સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં બેસીને પાછા ફરી શકાય એમ નથી.


તો શું સુનીતા અને વિલ્મોર સાથે કશુંક અઘટિત બનશે?

તો શું સુનીતા અને વિલ્મોર સાથે કશુંક અઘટિત બનશે?

સ્ટારલાઈનરમાં પેદા થયેલી ટેકનિકલ ખરાબીને કારણે હવે લોકોને આશંકા થવા માંડી છે કે સુનીતા અને એના સાથી યાત્રી બુચ વિલ્મોર ક્યાંક અવકાશમાં ન જ ખોવાઈ જશે કે શું? બીજી તરફ નાસાને આશા છે કે પૃથ્વી ઉપરથી Space X કંપનીનું એક સમાનવ યાન મોકલીને સ્ટારલાઈનરને રિપેર કરવામાં સફળતા મળશે. જો રિપેરિંગ શક્ય ન હોય, તો પણ સુનીતા અને બુચ સ્ટારલાઈનરને છોડી દેશે, અને Space Xમાં બેસીને પાછા ફરશે.

NASA આ બધું પ્લાનિંગ કરી રહી છે, એ દરમિયાન સ્ટારલાઈનરનું ફ્યુઅલ પૂરું થવા જઈ રહ્યું છે. કુલ 45  દિવસ ચાલે એટલું ફ્યુઅલ હતું, એ પૈકીનું લગભગ અડધું ફ્યુઅલ આટલા દિવસો દરમિયાન વપરાઈ ચૂક્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top