આ તો હેવાનિયતની હદ થઈ? પત્ની ઘર છોડી જતી રહી તો હેવાન બનેલા પતિએ 10 વર્ષની સાળીને..
દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં 10 વર્ષની સાળીની હત્યાના આરોપમાં એક 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઘર છોડીને ગયેલી પત્નીનો બદલો લેવા માટે આ ભયાનક પગલું ભર્યું. પોલીસે બુધવારે આ માહિતી આપી.
પોલીસે જણાવ્યુ કે, હત્યા પછી, આરોપીએ કથિત રીતે છોકરીના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બજઘેરા ગટરમાં ફેંકી દીધો હતો. સોમવારે, એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની 10 વર્ષની પુત્રી શનિવારે શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે છોકરીની શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા ન મળી. પોલીસે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન, છોકરીના સંબંધીઓએ ખુલાસો કર્યો હતો કે ફરિયાદીની મોટી પુત્રી અને તેના પતિ વચ્ચે સારી રીતે બનતું નહોતું.
ત્યારબાદ, ફરિયાદીના જમાઈ, બિહારના મુંગેર જિલ્લાના રહેવાસી મોહિત કુમારની બજઘેરાથી ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ તેની સાળીની હત્યા કર્યાની કબૂલાત કરી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેના લગ્નને 6 વર્ષ થયા હતા અને તેને એક બાળક પણ છે, પરંતુ તેની પત્ની ઘર છોડીને જતી રહી હતી. તેણે સાસરિયાઓને આ અંગે વાત કરી હતી, પરંતુ તેમણે તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. તેણે કબૂલ્યું કે તેણે એક વખત તેના સસરાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે તેના સાસરિયાઓ સામે બદલો લેવાની યોજના બનાવી રહ્યો હતો.
ગુરુગ્રામ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'આરોપીએ ખુલાસો કર્યો હતો કે શનિવારે આરોપી પોતાની સાળી સાનિયાને ઓમ નગરથી પોતાની મોટરસાઇકલ પર બજઘેરા સ્થિત તેના રૂમ પર લઈ ગયો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ, તેણે મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેની આસપાસ શાલ વિટાળી અને થેલીને એક કોથળામાં મૂકીને બજઘેરા નાળાના મુખ્ય ખાડામાં ફેંકી દીધી. પોલીસે કહ્યું કે, અમે આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છીએ. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની મદદથી પોલીસે મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો હતો અને FIRમાં હત્યાની દંડત્મક જોગવાઈ ઉમેરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp