"ISKCON પોતાની તમામ ગાયો કસાઈઓને વેંચે છે..."! ISKCON પર આરોપ મુકીને મેનકા ગાંધી ભેખડે ભરાયા, જુઓ વિડિઓ
હાલમાં મેનકા ગાંધીનાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં મેનકાએ કહ્યું કે," ઈસ્કોન ગૌશાળાઓ સ્થાપિત કરે છે. તેના માટે સરકાર પાસેથી જમીનનાં ટુકડાઓ લે છે અને અસીમિત લાભ પણ કમાય છે." તેમણે દાવો કર્યો હતો કે તે હાલમાં આંધ્રપ્રદેશમાં ઈસ્કોન અનંતપુર ગૌશાળાની મુલાકાતે હતી ત્યાં એક પણ ગાય સારી સ્થિતિમાં નહોતી. તેમણે કહ્યું કે," ગૌશાળામાં કોઈ વાછરડું નહોતું. જેનો અર્થ થાય છે કે એ તમામને વેંચી દેવાયું છે." મેનકાએ વીડિયોમાં આગળ કહ્યું કે," ISKCON પોતાની તમામ ગાયો કસાઈઓને વેંચી રહ્યું છે. આ પ્રકારનું કામ તેમનાથી વધારે કોઈ નથી કરતું. આ એ જ લોકો છે જે રોડ પર 'હરે રામ હરે કૃષ્ણાનો જાપ' કરે છે અને કહે છે તેમનું સંપૂર્ણ જીવન દૂધ પર નિર્ભર છે." એટલું જ નહીં ISKCON(ઈંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા)ને દેશની સૌથી મોટી દગાબાજ સંસ્થા પણ જણાવી હતી.
#MenkaGandhi Exposing #Iskcon about #Gaumata pic.twitter.com/hoUuHaxaGk — 𝐃𝐫 𝐑𝐚𝐯𝐞𝐞𝐬𝐡 𝐊𝐮𝐦𝐚𝐫 (@DrRaveeshKumar) September 23, 2023
#MenkaGandhi Exposing #Iskcon about #Gaumata pic.twitter.com/hoUuHaxaGk
ISKCON કોલકત્તાનાં ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે, ઈસ્કોનનાં ભક્ત, સમર્થક આ અપમાનજનક, નિંદનીય અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી અત્યંત દુ:ખી છે. અમે ઈસ્કોન વિરોધી ભ્રામક પ્રચારની સામે ન્યાય મેળવામાં કોઈ કસર નહીં છોડીએ'
ISKCONએ મેનકા ગાંધીનાં આરોપોને ખોટાં અને નિરાધાર જણાવ્યાં હતાં. સંસ્થા તરફથી કહેવામાં આવ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીનાં નિવેદનોથી તેઓ ચિંતિત છે. ઈસ્કોનનાં રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું કે," ઈસ્કોને દુનિયાનાં અનેક ભાગોમાં ગૌસંરક્ષણનું કામ હાથે લીધું છે ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં ગૌમાંસ મુખ્ય આરાહ હોય છે. તેમણે કહ્યું કે વર્તમાનમાં ઈસ્કોનની ગૌશાળામાં જે ગાયો છે તેમાં વધારે પડતી ગાયોને ત્યાગી દેવાઈ છે અથવા તો ઘાયલ થયા બાદ અહીં મોકલવામાં આવી છે. કેટલીક એવી પણ છે જેને હત્યાથી બચાવ્યાં બાદ અમારી પાસે મોકલવામાં આવ્યું હતું."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp