ઇઝરાયેલની મિસાઇલો ઉત્તરી ગાઝામાં ત્રાટકી, ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા

ઇઝરાયેલની મિસાઇલો ઉત્તરી ગાઝામાં ત્રાટકી, ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા

11/11/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઇઝરાયેલની મિસાઇલો ઉત્તરી ગાઝામાં ત્રાટકી, ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા

2023 Israel–Hamas war: ઉત્તર ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયાની આશંકા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે કેમ્પમાં હુમલો થયો હતો અને હોસ્પિટલમાં 10  કરતા વધુ મૃતદેહો પડ્યા હતા. ઇઝરાયેલી સેનાએ રવિવારે ઉત્તરી ગાઝામાં શરણાર્થી શિબિર પર વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા. જ્યારે ૧૦ કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગાઝા શહેરની અલ-અહલી હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ફદલ નઈમે જણાવ્યું કે મૃતકોમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. 


કેમ્પને નિશાન બનાવીને હૂમલો

કેમ્પને નિશાન બનાવીને હૂમલો

ઇઝરાયેલે જબાલિયાના શહેરી શરણાર્થી કેમ્પને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. હુમલાને લઈને ઈઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પેલેસ્ટિનિયન ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝા પટ્ટીના જબાલિયામાં એક ઘર પર રવિવારે વહેલી સવારે હુમલો થયો હતો. આ હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.


10 કરતા વધુ મૃતદેહો ધાબળામાં લપેટાયેલા જોવા મળ્યા હતા

10 કરતા વધુ મૃતદેહો ધાબળામાં લપેટાયેલા જોવા મળ્યા હતા

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા ફૂટેજમાં 10 કરતા વધુ મૃતદેહો ધાબળામાં લપેટીને હોસ્પિટલમાં જમીન પર રાખવામાં આવ્યા હતા. રહેવાસીઓએ જણાવ્યું કે જે ઈમારત પર હુમલો કરવામાં આવ્યો તેમાં ઓછામાં ઓછા 30 લોકો રહેતા હતા. સત્તાવાર પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી WAFA અને હમાસ મીડિયાએ મૃત્યુઆંક 32 ગણાવ્યો છે. પ્રદેશના આરોગ્ય મંત્રાલય દ્વારા સંખ્યાની તાત્કાલિક પુષ્ટિ થઈ નથી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top