ઇઝરાયેલનો યમન પર જબરદસ્ત પ્રહાર, બંદરોને માઠી રીતે કર્યા ક્ષતિગ્રસ્ત; ખાધા આ સોગંધ
Israel: શુક્રવારે ઇઝરાયલે યમનમાં હૂતિ-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી સેનાએ યમનના એ બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે જે હુતી આતંકવાદી સંગઠનના નિયંત્રણ હેઠળ છે. તેણે હૂતિ નેતાને મારી નાખવાના સોગંધ ખાધા છે.
રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે જો હૂતિ સંગઠન ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે, તો તેમને અને તેમના નેતાઓએ ગંભીર પરિણામો ભોગવવા પડશે. જેમ અમે ગાઝામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દેઈફ, સિનવાર્સ (હમાસ નેતા) અને બેરુતમાં હસન નસરાલ્લાહ (હિઝબુલ્લાહ નેતા) પર, તેહરાનમાં હનિયા (હમાસ વડા) પર હુમલો કર્યો હતો, તેવી જ રીતે અમે યમનમાં અબ્દુલ મલિક અલ-હૂતિને પણ નિશાન બનાવીશું. અમે કોઈપણ દુશ્મન સામે અમારી પૂરી તાકતથી પોતાનો બચાવ કરતા રહીશું.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમારા પાઇલટ્સે હૂતિ આતંકવાદીઓના 2 ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. અમે હૂતિઓને વધુ નુકસાન પહોંચાડીશું, જેમાં તેમના નેતાઓ અને એ માળખાકીય ઢાંચો સામેલ છે જેમાં તેઓ અમને નુકસાન પહોંચાડી શકે છે. હૂતિઓ પાછળ ઈરાનનો હાથ છે. હૂતિઓ માત્ર પ્યાદા છે. તેમની પાછળ જે તાકત છે, જે તેમને ટેકો આપે છે અને નિર્દેશ કરે છે, તે ઈરાન છે. હૂતિઓને ભારે કિંમત ચૂકવવી પડશે, અને અમે ઇઝરાયલની સુરક્ષા જાળવવા માટે દરેક શક્ય પગલાં લઈશું.
ઇઝરાયલના આ હુમલો હૂતિ જૂથ દ્વારા તાજેતરના મિસાઇલ હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો છે. હૂતિ-નિયંત્રિત અલ મસિરાહ ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલે શુક્રવારે યમનના હુદૈદાહ અને સલીફ બંદરો પર હુમલો કર્યો હતો. હુદૈદાહના બે રહેવાસીઓએ 4 મોટા વિસ્ફોટો સાંભળ્યા.
ગુરુવારે, હૂતિઓ દ્વારા ઇઝરાયલ પર છોડવામાં આવેલી મિસાઇલને સેનાએ સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી હતી. હૂતિઓએ આ હુમલો ગાઝાના પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે કર્યો હતો. જોકે, તેમણે અમેરિકન જહાજો પર હુમલા રોકવાનું વચન આપ્યું છે. આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શક્યતા છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જો હૂતિ જૂથ પોતાનું આક્રમણ ચાલુ રાખશે, તો બદલો લેવાના હુમલાઓ હજી વધારે કઠોર થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp