ISROએ ફરી રચ્યો ઈતિહાસ, ધરતી પર દેખરેખ માટે EOS-08નું સફળ પ્રક્ષેપણ
ધરતીની દેખરેખ માટે શુક્રવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી EOS-8 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો છે. એક નાનો સેટલાઇટ SR-0 DEMOSAT પણ પેસેન્જર સેટેલાઇટને રોકેટ સાથે મોકલવામાં આવ્યો છે. બંને સેટેલાઇટ્સ ધરતીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ચક્કર લગાશે.
SSLV-D3-EOS-08 મિશનમાં લઈ જવામાં આવેલા ઉપગ્રહોનું વજન 175.5 કિલો છે. EOS-08 મિશનના ઉદ્દેશ્યોમાં માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકસિત કરવાનો સમાવેશ થાય છે. EOS-08માં 3 પેલોડ છે, જેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેક્ટોમેટ્રી પેલોડ (GNSS-R) અને SIC UV ડોસિમીટરનો સમાવેશ થાય છે.
EOIR પેલોડ સેટેલાઇટ આધારિત દેખરેખ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ વગેરે માટે ઇમેજ મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. GNSS-R દરિયાની સપાટીની હવાના વિશ્લેષણ, જમીનમાં ભેજનો અંદાજ, પૂરની જાણકારી મેળવવા માટે રિમોટ સેન્સિંગ ક્ષમતા પ્રદર્શિત કરશે. SIC UV ડોસિમીટર ગગનયાન મિશનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું નિરીક્ષણ કરશે. SIC UV ડોસિમીટર ગગનયાન મિશનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું નિરીક્ષણ કરશે. ISRO લધુ ઉપગ્રહ લોન્ચ વ્હીકલ (SSLV)ની ત્રીજી અને અંતિમ વિકાસાત્મક ઉડાણના માધ્યમથી ધરતી અવલોકન ઉપગ્રહ EOS-08 લોન્ચ કરવા માટે તૈયાર છે. SSLV-D3ની આ ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp