'દોસ્ત દોસ્ત ના રહા..!' પહેલા નાયબ વડાપ્રધાને આપ્યું રાજીનામું, હવે જીગરી દોસ્તે દગો આપ્યો
Jagmeet Singh urges PM Trudeau to resign: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેવા જ ટ્રૂડો એક ઝટકો સહન કરવા માટે તૈયાર થાય છે કે, તેમને બીજો ઝટકો મળી જાય છે. કેનેડાના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યાના આઘાતમાંથી ટ્રૂડો બહાર નહોતા આવી શક્યા કે ત્યારે જ એક મોટા નેતાએ મોટો ઝટકો આપી દીધો. સાથે જ 23 સાંસદોએ ટ્રૂડોના રાજીનામાની માગ કરતો પત્ર લખ્યો છે.
ખાલિસ્તાન સમર્થક અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે ટ્રૂડોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આજે સવારે ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રાજીનામું આપવું જોઈએ. જો કે, તેમણે ચૂંટણીની માગણી કરી નહોતી અને ન તો તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી લઘુમતી સરકારને સમર્થન આપવાનું બંધ કરશે.
રાજીનામાની માગ કેનેડિયન મીડિયાના અહેવાલો વચ્ચે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન હકીકતમાં રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. CTVએ સૂત્રોના સંદર્ભે જણાવ્યું કે વડાપ્રધાને કેબિનેટને બતાવી દીધું છે કે તેઓ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે અને સંભવતઃ સંસદને સંબોધવાની યોજના બનાવી રહ્યા છે.
જગમીત સિંહે એક બાદ એક સવાલો સાથે ટ્રૂડો પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માગ કરી. તેમણે કહ્યું કે, "આપણે કરિયાણાનો સામાન ખરીદવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. યુવાનોને પોસાય તેવા આવાસ મળી શકતા નથી. એ સિવાય આપણી સામે ટ્રમ્પના ટેરિફનું જોખમ છે, અને તેનાથી કેનેડામાં હજારો નોકરીઓ જોખમમાં પડી ગઇ છે. કેનેડિયનો માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને નિપટવાનને બદલે, વડાપ્રધાન તેમના પોતાના પક્ષની અંદર ચાલી રહેલી લડાઈ સાથે કામ કરી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન પદ પર યથાવત નહીં રહી શકે.
ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર ટ્રૂડોની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ પોતાની ખુરશી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટ્રૂડોને એ પણ સમજાઇ ગયું છે કે તેમનું પદ લાંબા સમય સુધી રહી શકશે નહીં. CTVએ સૂત્રોના સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો નેતા તરીકે તેમના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. મતલબ કે ટ્રૂડો રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. જ્યારે અમેરિકામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર સત્તામાં આવતાની સાથે જ તેઓ કેનેડા પર ટેક્સ વધારશે. ટ્રમ્પની આ જાહેરાતથી ટ્રૂડોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp