નોબેલ પુરસ્કાર વિજેતા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું 100 વર્ષની વયે નિધન

નોબેલ પુરસ્કાર વિજેતા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું 100 વર્ષની વયે નિધન

12/30/2024 World

SidhiKhabar

SidhiKhabar

નોબેલ પુરસ્કાર વિજેતા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું 100 વર્ષની વયે નિધન

Jimmy Carter Death: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું રવિવારે (29 ડિસેમ્બર) 100 વર્ષની વયે નિધન થયું. તેમણે અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. જો કે, તેમને વર્ષ 1977-1981 સુધી 4 વર્ષ માટે દેશના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવાની તક પણ મળી. CBS ન્યૂઝના અહેવાલ મુજબ, જિમી કાર્ટરનું જ્યોર્જિયામાં તેમના ઘરે નિધન થયું હતું. રાષ્ટ્રપતિ તરીકે તેમને પોતાના કામ માટે ખૂબ પ્રશંસા મળી. તેમને વર્ષ 2002મા નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.


કાર્ટર સેન્ટરની સ્થાપના 1982માં થઈ હતી

કાર્ટર સેન્ટરની સ્થાપના 1982માં થઈ હતી

જિમી કાર્ટરનો જન્મ જ્યોર્જિયાના મેદાનોમાં થયો હતો. તેઓ તેમની સાદગી માટે જાણીતા હતા. લોકસેવા પ્રત્યેના તેમના સમર્પણના બળ પર જ તેઓ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. રાષ્ટ્રપતિ બનવા અગાઉ તેઓ જ્યોર્જિયાના ગવર્નર પણ રહી ચૂક્યા છે. કાર્ટર વર્ષ 1976માં બાહ્ય ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જો હું તમને ખોટું બોલું કે ભ્રામક નિવેદન આપું તો મને વોટ ન આપો. તે દરમિયાન કાર્ટર પારદર્શક અને જાહેર ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું. તેમણે એ ચૂંટણીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ગેરાલ્ડ ફોર્ડને નજીવા અંતરથી હરાવ્યા હતા.

જિમી કાર્ટરનું રાષ્ટ્રપતિ પદ પડકારો અને સિદ્ધિઓનો મિશ્ર અનુભવ હતો. વર્ષ 1982માં તેમણે કાર્ટર સેન્ટરની સ્થાપના કરી. આ કેન્દ્ર દ્વારા, તેમણે વિશ્વના સૌથી વંચિત વિસ્તારોમાં સંઘર્ષ નિવારણ, ચૂંટણી દેખરેખ અને રોગ નાબૂદી માટે કામ કર્યું. આ પ્રયાસોએ તેમને માનવતાવાદી નેતા તરીકે વૈશ્વિક આદર અપાવ્યા.


જિમી કાર્ટરના મૃત્યુ અંગે જો બાઇડેનની પ્રતિક્રિયા

જિમી કાર્ટરના મૃત્યુ અંગે જો બાઇડેનની પ્રતિક્રિયા

જિમી કાર્ટરના નિધન પર રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વીટર પર લખ્યું કે અમેરિકા અને દુનિયાએ એક અસાધારણ નેતા ગુમાવ્યા છે. જીલ અને મને જિમી કાર્ટર અમારા પ્રિય મિત્ર કહેવાનું સન્માન મળ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જિમી કાર્ટરના મૃત્યુની ઘોષણા કરતું સત્તાવાર નિવેદન જાહેર કર્યું, ત્યારબાદ દેશનો રાષ્ટ્રધ્વજ અડધો ઝૂકાવી દેવામાં આવ્યો.


ડોનાલ્ડ ટ્રમ્પે જિમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે જિમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે જિમી કાર્ટરના નિધન પર સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, મેં હમણાં જ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના નિધનના સમાચાર સાંભળ્યા. પ્રમુખ તરીકે જિમીએ જે પડકારોનો સામનો કર્યો તે આપણા દેશ માટે મહત્ત્વપૂર્ણ સમય હતો. તેમણે તમામ અમેરિકનોના જીવનને સુધારવા માટે બધું જ કર્યું. આપણે બધા તેમના આભારી છીએ. મેલાનિયા અને હું આ મુશ્કેલ સમયમાં કાર્ટર પરિવાર અને તેમના પ્રિયજનો સાથે છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top