એક એવા મૂળાની વાત કે જે બજારમાં આવે ત્યારે તેને જોવા ભીડ જામતી

01/03/2021 Magazine

કનુ યોગી
વનવગડાની વાટે
કનુ યોગી
પ્રોજેક્ટ ઓફીસર - ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ

એક એવા મૂળાની વાત કે જે બજારમાં આવે ત્યારે તેને જોવા ભીડ જામતી

જો કોઈ પ્રસંગે કોઈ સગા – સંબંધી-મિત્રો-સ્નેહીઓને તેડાવ્યા હોય અને તેમને કોઇ કારણોસર બરોબર સાચવી શક્યા ના હોય અને બીજા કોઇને કદાચ વધુ મહત્વ અપાઈ ગયું હોય ત્યારે એક વાક્ય અવશ્ય સાંભળવા મળશે અને તે છે ‘શું અમને ભાજી-મૂળા સમજો છો?’અથવા ‘શું અમે ભાજી-મૂળાથીયે ગયા?’

આમ, ભાજી-મૂળાની નિમ્ન કક્ષાએ ગણતરી કરીને તેને વખોડવામાં આપણે કશું બાકી રાખ્યું નથી. કદાચ મૂળાનો તીખો ગુણ આ માટે કારણભૂત હશે. પરંતુ તેના અન્ય ગુણોને આપણે નજરઅંદાજ કરી બેઠા છીએ. તો ચાલો, આજે જાણીએ મૂળાની રોચક વાતો.

જ્યારે આપણે પ્રાકૃતિક સ્થળોએ ફરવા જઇએ છીએ ત્યારે લીલાછમ્મ ડુંગરાઓ, તેની વનરાજી અને કલકલ વહેતાં ઝરણાં જોવા મળે છે ત્યારે આપણે પ્રફુલ્લિત થઇ જઇએ છીએ. પણ આ પ્રાકૃતિક જગ્યાએ પહોંચતા પહેલાં માર્ગમાં ખેતરો પણ આવતા હોય છે. જેમાં મોલ લહેરાતો હોય છે. તાજા ફળો – શાકભાજી લઇને તેના ઉત્પાદકો કે એકઠા કરનાર લોકો માર્ગો પર વેચાણ કરવા પણ બેઠા હોય છે. તમે જો આવી તાજી શાકભાજી ખાધી હશે તો તેનો સ્વાદ જુદો જ લાગશે અને ભૂલથીયે જો મૂળાને ખેતરમાંથી જાતે ઉખેડીને ખાધો હશે તો તો તેના સ્વાદની વાત જ ના પૂછો.

ભારતમાં દરેક વિસ્તારમાં મૂળો થાય છે. તેનાં પાન – ફૂલ તથા કુણી શીંગો (મોગરી) શાકભાજીમાં વપરાય છે. તેનું કચુંબર પણ ખવાય છે. કેટલાક લોકો પાપડી કે ગાંઠીયા સાથે તેને ખાવાનું પસંદ કરે છે. મૂળો ૨ કે ૩ દિવસ સુધી સામાન્ય રૂમ ટેમ્પરેચરમાં બગડતો નથી. બીજ ૩ થી ૪ દિવસમાં અંકુરીત થાય છે.

ઉત્તરપ્રદેશના બજારોમાં જોનપુરી નેવાર, નામની મૂળાની જાત અત્યારે ધૂમ મચાવી રહેલ છે. મૂળાની આ જાત ૪ થી ૬ ફૂટ લાંબી હોય છે. જાણકારો માને છે કે જોનપુર આસપાસના આ મૂળાની ખેતીવાળા વિસ્તારમાંથી ગોમતી નદી પસાર થાય છે તેમજ નદી કાંઠાના ગામોમાં મૂળાનું વાવેતર વધારે થતું હોવાથી અહીં મૂળાની માંગ વધારે રહે છે.

એક જમાનામાં જોનપુરી મૂળો સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતો. જે બીજા વિસ્તારોમાં કુતૂહલનું એક કારણ બની ગયો હતો.

આ મૂળા બીજા જીલ્લાઓમાં જતા ત્યારે તેને જોવા માટે ભીડ એકઠી થઇ જતી હતી.

આ કુતૂહલનું કારણ હતું તેની લંબાઇ. અંદાજીત ૪ થી ૬ ફૂટનો મૂળો અહીંના વિસ્તારમાં સામાન્ય હતો. તેનુ વજન ૧૫ થી ૧૭ કિલો થતું હતું. મકરસંક્રાતિના તહેવાર વખતે લોકો બહેન-દિકરીઓના ઘરે શુભેચ્છા રૂપે મીઠાઇ અને અન્ય વસ્તુઓ પહોંચાડતા ત્યારે તેની સાથે લાંબા અને વજનદારના મૂળા લઇ જવામાં ગૌરવ સમજતા. જેટલો મોટો મૂળો એટલું એના લાવનારનું માન વધારે ગણાતુ અને એ પ્રસંગ જોવાલાયક બની જતા. પરંતુ કરમની કઠણાઇ એ છે કે વિકાસની આંધળી દોટમાં જોનપુરનો આ મૂળો પોતાની અસલી ઓળખ ગુમાવી બેઠો છે. ખાસનપુર, મકદૂમશાહ અઢન, પુરાના બાન દરીબા તથા રાજપુત કડી પાછળના તાડતલા જેવી જગ્યાઓએ ખુબ લાંબા અને વજનદાર મૂળાઓ થતા હતા તે વિસ્તારોમાં શહેરીકરણના કારણે આલીશાન મકાનો થઈ જતાં જગ્યા સીમટાઈ ગઈ છે. તે સિવાય ઘણીવાર ખેડૂતોને પૂરતો ભાવ ન મળવાથી કે આ ખેતીને જરૂરી પ્રોત્સાહન ન મળવાથી ખેડૂતોનો મોહભંગ થવા માંડ્યો. પરિણામે ૧૫ થી ૧૭ કીલો વજનના મુળા હવે ૫ થી ૭ કીલો વજન ધરાવતા ગયા અને લંબાઈ સરેરાશ ૩ ફુટ આસપાસની રહી ગઈ.

મૂળો આમ તો વિશ્વભરમાં જોવા મળે છે પરંતુ વૈજ્ઞાનિકોએ દક્ષિણ એશિયાને તેનુ વતન માન્યુ છે. ભારત, મધ્યચીન અને મધ્ય એશિયા મૂળાના કેન્દ્રો રહ્યા છે.

મૂળાની સૌથી પ્રથમ નોંધ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં થયેલ છે. ગ્રીક અને રોમન ખેતી નિષ્ણાતોએ પહેલી સદીમાં નાની, મોટી, ગોળ, લાંબી અને મધ્યમ જાતો તૈયાર કરેલ હતી. મૂળાને યુરોપિયન પાક તરીકે અમેરીકામાં રજુ કરવામાં આવ્યો હતો.

એક જર્મન વનસ્પતિશાસ્ત્રીએ ઈ.સ.૧૫૪૪માં ૪૫ કી.ગ્રા. (૧૦૦ પાઉન્ડ)ના મુળાની નોંધ કરી હતી જે અંદાજીત ૯૦ સે.મી. (૩ ફુટ) લાંબો હતો. આજે તેની એકમાત્ર સકુરાજીમાં વેરાયટી જાપાનમાં મળી આવે છે. મોટી અને સફેદ રંગના મૂળાની જાત પૂર્વે એશિયામાં ચીનમાં વિકાસ પામી. આ જાત પશ્ચિમના દેશો તેમજ જાપાનની ડાઈકોન જાતિ સાથે જોડાયેલી છે.

વિશ્વમાં મુળાનું ૭ મીલીયન ટન જેટલુ ઉત્પાદન થાય છે જે મુખ્યત્વે ચીન, જાપાન અને દક્ષિણ કોરીયામાં થાય છે. આ ઉત્પાદન વિશ્વના વેજીટેબલના ૨% જેટલું ગણાય છે.

મુળાએ એક વર્ષાયુ વનસ્પતિ છે જે તેના ફુલેલાં જાડા-માંસલ મૂળોથી જાણીતી છે. મુળની ત્વચાનો રંગ ગુલાબી, જાંબલી, પીળો, લીલો અને કાળા રંગની જોવા મળે છે પણ અંદરનો ભાગ (ગર્ભ) સફેદ જ હોય છે. મૂળામાં તિક્ષ્ણ સ્વાદ મળે છે જે તેમાં રહેલાં કેટલાંક રસાયણો જેવા કે ગ્લુકોસિનોલેટ, માયરોસીનેઝ અને આઈસોશિસાયનેટના કારણે હોય છે. મૂળાનાં બીજ જલ્દી ઉગી જાય છે અને તેની ખેતી તેમાંથી તેલ અને બીજ મેળવવા માટે પણ થાય છે. મુળાની કેટલીક પ્રચલિત જાતિઓ નીચે મુજબ છે. 

(૧)    પુસા દેશી – ૩૦ થી ૩૫ સે.મી. લાંબી, મધ્યમ જાડા, અણીદાર, સ્વાદે તીખા, ૫૦ થી ૫૫ દિવસે તૈયાર.

(૨)    પુસા રશ્મિ- ૩૦ થી ૩૫ સે.મી. લાંબી, મધ્યમ, જાડા, એક સરખા, સુંવાળા, સ્વાદે ઓછા તીખા ૫૦ થી ૬૦ દિવસે તૈયાર.

(૩)    પુસા હિમાની- ૧૫ થી ૨૨ સે.મી. મધ્યમ તીખા ૪૦ થી ૫૫ દિવસે તૈયાર, બારેમાસ વાવી શકાય.

(૪)    પુસા ચેતકી- ૧૫ થી ૨૦ સે.મી. જાડા, સુંવાળા, ખુબ નરમ અને સ્વાદે ઓછા તીખા પાન ઘેરાલીલા રંગના, અખંડ કિનારી વાળો, સીધાં હોય છે. ૪૦-૪૫ દિવસે તૈયાર.

(૫)    વ્હાઈટ આઈસીકલ – ૧૨ થી ૧૫ સે.મી. લંબાઈ, ૨ થી ૩ સે.મી. વ્યાસ, સુવાળા, અણીદાર, આછા તીખા, ટુંકા પાન, ૧ મહિનામાં તૈયાર થઈ જાય છે.

મુળામાંથી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા મીનરલ્સ મળે છે તો સુગર અને ડાયેટરી ફાઈબર્સ જેવાં કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. આ સિવાય વિટામીન બી-૬, રીબોફ્લેવિન, નાયેસીન, પેન્ટાથેનિક એસીડ, ફોલેટ બી-૯ અને વિટામીન સી પણ મળે છે. 

આયુર્વેદની દ્રષ્ટિએ મૂળાનો ઉપયોગ હરસ, મૂત્ર રોગ, ઝાડા, શ્વાસના રોગ તથા હેડકી અને દમ મટાડવામાં થતો હોવાનું પ્રસિધ્ધ વૈદ્યરાજ સ્વ.બાપાલાલ વૈદ્યે તેમના પુસ્તક નિઘંટુ આદર્શમાં જણાવેલ છે. તે ઉપરાંત કર્ણશૂલ, શીળસ, તાવ, ખાંસીમાં પણ ઉપયોગી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. મૂળાને તિક્ત, દીપન, સર્વદોષહર અને કંઠ માટે હિતકર માનવામાં આવે છે. ઘરડા મૂળા પચવામાં ભારે, પેટમાં ગુડગુડાટ કરનાર અને ત્રણેય દોષોને કોપાવનાર છે. પરંતુ કૂમળા મૂળ સર્વદા હિતકર છે. મૂળાને અંગ્રેજીમાં Radis અને સંસ્કૃતમાં મુલક કહે છે. તેનું વાનસ્પતિક નામ Raphnussativus છે જે ગાજર, રાઇ વગેરેના [બ્રાસીકેસી] કુટુંબનો સભ્ય છે. મૂળો રાત્રે ખાવાની આયુર્વેદ મનાઇ ફરમાવે છે.

તો મિત્રો,આટલી જાણકારી મેળવ્યા પછી કોઇ વાચકને મૂળો ખાવાનું મન થઈ જાય તો આ લખનારનો કોઇ વાંક કાઢતા નહીં. [અરે, શેની રાહ જોઇ રહ્યા છો ? જાઓ બજારમાં અને લઈ આવો મૂળો.....પોતે અને મિત્રોને પણ ખવડાવો.] આપણે ભલા અને આપણો ગુજરાતી મૂળો ભલો....જોનપુરી મૂળૉ લેવા માટે તો એકાદ મજૂર લઈ જવો પડે....

વૃક્ષ કણિકા:-

જેના વડે મનુષ્ય આપદાઓને તરી જાય છે તે વૃક્ષ છે. 

- ભવભૂતિ

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top