જસ્ટિન ટ્રૂડોનું કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું, પોતાના માટે કહી આ મોટી વાત
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે વડાપ્રધાન આવાસની બહાર મીડિયાને કહ્યું કે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માગું છું.
વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે પક્ષ તેના આગામી નેતાની પસંદગી કરશે ત્યારે હું પક્ષના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું. ગઈકાલે રાત્રે મેં લિબરલ પાર્ટીના પ્રમુખને તે પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું હતું. તેમની પાર્ટીમાં આંતરિક વિખવાદ અને અસંતોષને કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રાજીનામું આપી દીધું છે. ટ્રૂડો 2015થી કેનેડાના વડાપ્રધાન છે.
જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત સહિત ઘણા દેશો સાથે કેનેડાના સંબંધો બગડ્યા હતા. આ ઉપરાંત કેનેડામાં મોંઘવારી પણ મોટી સમસ્યા બની રહી હતી, જેના પર સરકારની ઘણી ટીકા થઈ રહી હતી. આ સિવાય અમેરિકા પણ જસ્ટિન ટ્રૂડોની મજાક ઉડાવી રહ્યું છે. આ કારણે કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની આગેવાનીવાળી સરકારની લોકપ્રિયતા સતત ઘટી રહી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે મજાક ઉડાવી
થોડા દિવસો અગાઉ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે ટ્રૂડોને કેનેડાના ગવર્નર તરીકે બોલાવ્યા હતા અને ટ્રૂડોને કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં ટ્રૂડોને ઉન્મત્ત ડાબેરી ગણાવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp