ગ્રીનલેન્ડ અને પનામા નહેરને લઇને ટ્રમ્પે આપ્યુ એવું નિવેદન કે હાહાકાર મચી ગયો
Donald Trump on Greenland and Panama Canal: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ પહેલા જ અનેક નિવેદનો આપીને હલચલ મચાવી દીધી છે. તેમની નજર હાલમાં ગ્રીનલેન્ડ અને પનામા કેનાલ હસ્તગત કરવા પર છે. આ માટે તેમણે જરૂર પડ્યે સેનાનો ઉપયોગ કરવાનો પણ સંકેત આપ્યો છે. ટ્રમ્પના આ નિવેદનથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
તેમણે મંગળવારે કહ્યું કે, તેઓ પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની શક્યતાનો ઇનકાર નહીં કરી શકે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા માટે બંને પર અમેરિકન નિયંત્રણ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળવૃના બે અઠવાડિયા કરતા પણ ઓછા સમય અગાઉ પોતાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સહિત સહાયકો અને સલાહકારોના પ્રતિનિધિમંડળની ગ્રીનલેન્ડની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, બંને પ્રદેશોની સુરક્ષા માટે અમેરિકન સેનાના પ્રયોગનો વિકલ્પ ખુલ્લો છે. ટ્રમ્પના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
જ્યારે નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું તેઓ ગ્રીનલેન્ડ અને પનામા કેનાલને નિયંત્રિત કરવા માટે સૈન્યનો ઉપયોગ કરવાની સંભાવનાને નકારી કાઢશે, તો તેમણે કહ્યું કે, "હું આ અંગે કોઈ પ્રતિબદ્ધતા નહીં આપું કે તમારે કંઈક કરવું પડે. પનામા કેનાલ આપણા દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે, અમને રાષ્ટ્રીય સુરક્ષા હેતુઓ માટે ગ્રીનલેન્ડની જરૂર છે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે, જે લાંબા સમયથી અમેરિકાનો સાથી છે અને નાટોનો સ્થાપક સભ્ય છે. ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં સામેલ કરવાનો વિચાર રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ માટે સૈન્ય બળનો ઉપયોગ કરશે નહીં, પરંતુ 'આર્થિક બળ' પર ભરોસો કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp