ધનશ્રી વર્માથી છૂટાછેડા પર યુઝવેન્દ્ર ચહલની પહેલી પ્રતિક્રિયા, જણાવ્યું ચૂપ રહેવાનું કારણ
કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના ક્રિકેટર પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર છે. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ એક-બીજાને અનફોલો કરી દીધા. આ દરમિયાન, તેઓ સોશિયલ મીડિયા પર રહસ્યમય પોસ્ટ પણ કરી રહ્યા છે. હવે ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર પર યુઝવેન્દ્ર ચહલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
યુઝવેન્દ્ર ચહલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય પોસ્ટ કરી છે જેને ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર સાથે જોડવામાં આવી રહી છે. પોસ્ટમાં લખ્યું છે- મૌન એ સૌથી ઊંડો અવાજ છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ યુઝવેન્દ્ર ચહલે એક પોસ્ટ કરી હતી જેમાં તેણે સખત મહેનત અને પોતાના માતા-પિતા પર ગર્વ હોવાની વાત કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે- ' સખત મહેનત લોકોના કેરેક્ટરને ઉજાગર કરે છે. તમે તમારી જર્ની જાણો છો. તમે તમારો દર્દ જાણો છો. તમે જાણો છો કે તમે અહીં સુધી પહોંચવા માટે શું કર્યું છે. દુનિયા જાણે છે. તમે ઊંચા ઊભા છો. તમે તમારા પિતા અને માતાને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. હંમેશાં ગૌરવશાળી પુત્રની જેમ છાતી તાણીને સાથે ઉભો રહ્યો.
ધનશ્રીથી છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલ તાજેતરમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. ધ ન્યૂ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં યુઝવેન્દ્ર એક છોકરી સાથે હૉટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ક્રિકેટરે કેમેરા સામે જોઈને પોતાનો ચહેરો પણ છુપાવી લીધો હતો. આ દિવસોમાં ધનશ્રી વર્મા તેના આગામી મ્યૂઝિક વીડિયો જુત્તી કસૂરીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ ધનશ્રી કે યુઝવેન્દ્રમાંથી કોઈએ તેમના છૂટાછેડાના સમાચાર અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પહેલીવાર નથી જ્યારે ધનશ્રી અને યુઝવેન્દ્રના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2023માં, જ્યારે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી તેના પતિની અટક 'ચહલ' કાઢી નાખી હતી, ત્યારે તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા. જો કે ત્યારબાદ યુઝવેન્દ્રએ આ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp