કાજોલે અજય દેવગન સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરી તેણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

કાજોલે અજય દેવગન સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરી તેણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

04/02/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

કાજોલે અજય દેવગન સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરી તેણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ત્રીસ જેટલાં વર્ષથી મનોરંજન કરી રહેલ બોલીવુડ અભિનેતા અજય દેવગન આજે તેનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેના ચાહકો અને ઘણા સેલેબ્સ તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, સાથે જ તેની પત્ની કાજોલે પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કાજોલે અજય સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે, તેની સાથે એક ખાસ નોંધ પણ લખી છે. પરંતુ તેની અભિનંદનની સ્ટાઈલ જોઈને ચાહકો થોડા મૂંઝાઈ ગયા છે. આ તસવીર પર ફેન્સ ખાસ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.


કાજોલે તસ્વીર પર લખી રમૂજી કેપ્શન

કાજોલે તસ્વીર પર લખી રમૂજી કેપ્શન

કાજોલે તાજેતરમાં તેનાં પતિ અજય દેવગન સાથેની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં બંનેની કેમેસ્ટ્રી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તસવીર શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- 'હું: ગુડી પડવા નીત બોલ ગઢવા! અજય: હેપ્પી બર્થ ડેતો બોલ દે." કાજોલ આ પોસ્ટ દ્વારા કહેવા માંગે છે કે તેણે અજયને તેના જન્મદિવસ પર નહીં પણ ગુડી પડવા પર અભિનંદન પાઠવ્યા હતા, ત્યારબાદ અજય તેને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવાનું કહે છે. જોકે ફેન્સે પણ આ કેપ્શનને ઘણી આવકારી છે. તેમજ અજય દેવગનને તેનાં જન્મદિવસ પર અનેક શુભેચ્છા પાઠવી છે.


વિશાલ વીરુ દેવગન ઉર્ફ અજય દેવગન

વિશાલ વીરુ દેવગન ઉર્ફ અજય દેવગન

વાસ્તવમાં વિશાલ વીરુ દેવગન નામ ધરાવતો અજય દેવગન ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા છે. તે 100થી વધુ હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો છે. દેવગને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કારો સહિત અસંખ્ય એવોર્ડ્સ મેળવ્યા છે. 2016 માં, તેમને ભારત સરકાર દ્વારા દેશના ચોથા-સૌથી ઉચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


અજય દેવગન વર્ક ફ્રન્ટ

અજય દેવગન વર્ક ફ્રન્ટ

દેવગને તેની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત 1991માં 'ફૂલ ઔર કાંટે' ફીલથી કરી હતી. ત્યાર બાદ તે જીગર (1992), સંગ્રામ (1993), દિલવાલે (1994), અને દિલજલે (1996) જેવી સફળ ફિલ્મોમાં અભિનય કરીને એક્શન હીરો તરીકે પ્રખ્યાત થયો. તેણે ઝખ્મ (1998), હમ દિલ દે ચૂકે સનમ (1999), કંપની (2002), દીવાંગી (2002), અને ધ લિજેન્ડ ઑફ ભગત સિંહ (2002) માં પોતાના અભિનયથી લોકોમાં એક વિશેષ સ્થાન મેળવ્યું. ગોલમાલ: ફન અનલિમિટેડ (2006) ની સફળતા પછી, તેણે રોહિત શેટ્ટી સાથે ગોલમાલ રિટર્ન્સ (2008), ઓલ ધ બેસ્ટ: ફન બિગીન્સ (2009), ગોલમાલ 3 (2010), સહિતની સંખ્યાબંધ એક્શન-કોમેડીમાં સહયોગ કર્યો. સિંઘમ (2011), બોલ બચ્ચન (2012), સિંઘમ રિટર્ન્સ (2014), અને ગોલમાલ અગેઇન (2017). તેની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ટોટલ ધમાલ (2019) અને તાનાજી (2020)નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અજય દેવગન પોતાના ફિલ્મ પ્રોજેક્ટને લઈને ખૂબ ચર્ચામાં છે. તે 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં સહિત 'RRR' ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. આ સિવાય તે હવે અમિતાભ બચ્ચન સાથે 'રનવે 34'માં જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top