પાકિસ્તાની PM શાહબાઝ શરીફે જણાવ્યું- ‘ઓપરેશન સિંદૂર’માં ક્યાં-ક્યાં થયું નુકસાન
Shahbaz Sharif: ‘ઓપરેશન સિંદૂર’ બાદ, 7 થી 11 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. પાકિસ્તાન તરફથી સતત ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલા કરવામાં આવ્યા, જેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી પર હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે તેમને ભારતીય વાયુસેના દ્વારા નૂર ખાન એરબેઝ અને અન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલાની જાણકારી તેમને રાત્રે રાત્રે 2:30 વાગ્યે જનરલ અસીમ મુનીરે આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ભારત દ્વારા યુદ્ધવિરામની રજૂઆત કરવામાં આવી હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ‘9-10 મેની રાત્રે લગભગ 2:30 વાગ્યે, જનરલ સૈયદ અસીમ મુનીરે મને સિક્યોર લાઇન પર કોલ કરીને જાણ કરી કે, ભારતીય બેલિસ્ટિક મિસાઇલો નૂર ખાન એરબેઝ અને કેટલાક અન્ય વિસ્તારોમાં પડી છે. આપણી વાયુસેનાએ આપણા દેશની સુરક્ષા માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર પ્લેન પર પણ આધુનિક ગેજેટ્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો.’
શાહબાઝ શરીફે વધુમાં કહ્યું કે, ‘આજે દરેક જગ્યાએ આ વાત થઈ રહી છે કે પાકિસ્તાની સેનાએ ભારતને કેવી રીતે જવાબ આપ્યો. આપણી સેનાએ પઠાણકોટ, ઉધમપુર અને અન્ય ઘણી જગ્યાએ હુમલો કર્યો અને દુશ્મનોને છુપાવવા માટે જગ્યા મળી રહી નહોતી.’
Shahbaz Sharif trapped on his own statement regarding ceasefire, Pakistani journalist exposed him 👇#ceasefire #IndiaPakistanWar #ShahbazSharif #OperationSindoor pic.twitter.com/HIilJZ6KOY — Dharmendra Chaudhary (@dfoujdar) May 16, 2025
Shahbaz Sharif trapped on his own statement regarding ceasefire, Pakistani journalist exposed him 👇#ceasefire #IndiaPakistanWar #ShahbazSharif #OperationSindoor pic.twitter.com/HIilJZ6KOY
પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, ‘સવારે હું સ્વિમિંગ કરવા ગયો અને મારો સિક્યોર ફોન મારી સાથે લઈ ગયો. જનરલ અસીમ મુનીરે મને ફોન કરીને કહ્યું કે અમે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે અને હવે તેઓ યુદ્ધવિરામ કરવા માગે છે, આ બાબતે તમારો શું વિચાર છે? મેં કહ્યું- તેનાથી મોટી વાત શું હોઈ શકે. તમે દુશ્મનને જોરદાર થપ્પડ મારી છે અને હવે તે યુદ્ધવિરામ માટે મજબૂર છે. મને લાગે છે કે તમારે વિલંબ ન કરવો જોઈએ અને યુદ્ધવિરામની ઓફર સ્વીકારી લેવી જોઈએ.’
નૂર ખાન કોઈ સાધારણ એરબેઝ નથી. આ પાકિસ્તાનના VVIP અને હાઇ લેવલ મિલિટરી એવિએશનનું સેન્ટર છે. ઇસ્લામાબાદથી તેની નિકટતા અને તેનો ડબલ રોલ એરબેઝને પાકિસ્તાનન સૌથી સંવેદનશીલ હવાઈ ઠેકાણાઓમાંથી એક બનાવે છે. અત્યાર સુધી હુમલાઓ બાદ ઉપલબ્ધ બધી સેટેલાઈટ તસવીરથી આ વાત જાહેર થાય છે કે ભારતીય વાયુસેનાએ પૂરી સફળતા સાથે હુમલો કર્યો અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટારગેટ ચૂકતો નજરે પડ્યો નહીં.
ઇસ્લામાબાદની નજીક સ્થિત નૂર ખાન એર બેઝ પાકિસ્તાની વાયુ સેના (PAF)ના ઓપરેશન્સમાં મદદ કરે છે અને દેશના ટોપ VVIP એર ટ્રાન્સપોર્ટ માટે પણ તેનો ઉપયોગ કરે છે. સ્પેસ કંપની સેટેલોજીકની સેટેલાઈટ તસવીરો, જે અર્થ ઇન્ટેલિજેન્સ પ્લેટફોર્મ SkyFi તરફથી ઉપલબ્ધ કરવવામાં આવી છે, પાકિસ્તાનના સૌથી હાઇ પ્રોફાઇલ એર બેઝ પર થયેલી ઘટનાઓને લઈને નવા ખુલાસા કરે છે.
તસવીરો કન્ફર્મ કરે છે કે 10 મેના રોજ નૂર ખાન એર બેઝ પર મિસાઇલ ઇમ્પેક્ટ સાઇટથી લગભગ 435 મીટર દૂર એક સફેદ G450 (G-IV-X)બે સ્પેશિફિકેશમથી મેચ કરતો વિમાન ઉપલબ્ધ છે. પાકિસ્તાન સરકાર સફેદ ગલ્ફસ્ટ્રીમનો ઉપયોગ ખાસ કરીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીઓ માટે કરે છે. સેટેલાઈટ તસવીરોથી સ્પષ્ટ થાય છે કે ભારતીય વાયુસેનાએ રાવલપિંડીમાં એરબેઝને નિશાન બનાવ્યું, જેનાથી એક કમાન્ડ અને કંટ્રોલ યુનિટ તબાહ થઈ ગયું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp