કમલ હાસનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હંગામો, કલેક્શન 350 કરોડને પાર

કમલ હાસનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હંગામો, કલેક્શન 350 કરોડને પાર

06/22/2022 National

SidhiKhabar

SidhiKhabar

કમલ હાસનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હંગામો, કલેક્શન 350 કરોડને પાર

નિર્દેશક લોકેશ કનકરાજની (Director Lokesh Kankaraj) એક્શન એન્ટરટેનર ફિલ્મ 'વિક્રમે' (Vikram) બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાનું શરૂ રાખ્યું છે. આની સાથે જ આ ફિલ્મ આ અઠવાડિયાના અંતે 350 કરોડ રૂપિયાના જાદુઈ આંકડાને પાર કરવા માટે સારી રીતે તૈયાર છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના (Entertainment Industry) ટ્રેકર શ્રીધર પિલ્લઈએ (Shridhar Pillai) IANS સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ અઠવાડિયાના અંતે વિક્રમનો ગ્રોસ થિએટ્રીકલ કલેક્શન 350 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે.


શુક્રવારે 'વિક્રમ'ની ટીમે એક મોટી સક્સેસ મીટનું આયોજન કર્યું, જેમાં ફિલ્મે રેકોર્ડ તોડ કમાણી કરી, આ કાર્યક્રમમાં નિર્દેશક લોકેશ, અભિનેતા કમલ હાસન, સંગીત નિર્દેશક અનિરુદ્ધ અને ઉદયનિધિ સ્ટાલિન સહિત ઘણા ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો.


AP ઇન્ટરનેશનલના પ્રબંધ નિર્દેશક સંજય વાઘવા, જે ફિલ્મનના આંતરરાષ્ટ્રીય વિતરણ ભાગીદાર છે, તેમણે કહ્યું કે ફિલ્મે દરેક દેશમાં રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે કહ્યું, મને તમને એ જણાવતા ખુશી થશે કે 'વિક્રમ'નું વિદેશી કલેક્શન સોમવાર સુધીમાં 100 કરોડ રૂપિયા પર પહોંચી જશે.


કેરળમાં ફિલ્મ જેને નિર્માતા શિબૂ થમેન્સ દ્વારા વિતરિત કરવામાં આવી હતી, તેણે પહેલા જ શુક્રવારે 35 કરોડ રૂપિયા કમાણી કરી હતી. જે કેરળમાં અત્યાર સુધીમાં એક તામિલ ફિલ્મ માટે સૌથી વધુ છે. ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે, ફિલ્મ જોરદાર ચાલી રહી છે અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન 375 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.


દિગ્ગજ ટ્રેકટનું કહેવું છે કે, આ ગ્રોસ કલેક્શન છે અને આ સિવાય, ફિલ્મના OTT અને સેટેલાઈટ સહિત અન્ય તમામ રાઇટ્સ 150 થી 175 કરોડ રૂપિયામાં પ્રિ-સેલ કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઉદ્યોગ અને સિનેમાઘરો બંને માટે એક ગોંડસેન્ડના રૂપમાં આવી છે, જે મહામારીથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે, ફિલ્મનું શાનદાર પ્રદર્શન ફિલ્મ વ્યવસાયને પ્રોત્સાહન આપશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કમલ હસનના ફિલ્મી કરિયરની પહેલી 300 કરોડની ફિલ્મ બની ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ ડિરેક્ટર સાથે લોકેશ કનકરાજ પણ આ ફિલ્મના ત્રીજા ભાગની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top